કરણ જોહર સંજય કપૂરની પુત્રી શનાયાને લોન્ચ કરશે.
કરણ જોહરે પોતાના ધર્મા પ્રોડકશન હેઠળના બેનર નીચે નવા ચહેરાને લોન્ચ કરી રહ્યો છે. જેમાં હવે ન્યૂ સ્ટારકિડ શનાયા કપૂરનું નામ પણ સામેલ થઇ ગયું છે. સંજય કપૂરની પુત્રી કરણના બેનર હેઠળથી ડેબ્યુ કરવાની હોવાથી ઉત્સાહિત છે.
સોશિયલ મીડિયા પર શનાયા કપૂરનો ગ્લેમરસવીડિયો શેર કરતા કરણે આ વાતની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. કરણે જણાવ્યું છે કે, શનાયા કપૂરનું ડીસીએ સ્કોવડમાં સ્વાગત છે. આવતી જુલાઇના શનાયાની પ્રથમ ફિલ્મની શરૂઆત થવાની છે. આ એક અદ્વેત અને અવિસ્મરણીય જર્નીની શરૂઆત હશે.
શનાયા કપૂરે પણ સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર શેર કર્યા છે. તેણે લખ્યું છે કે, આજનો દિવસ મારા માટે મહત્વનો છે.ધર્મા કોર્નરસ્ટોન એજન્સી ફેમિલી સાથે જોડાવા હું ઉત્સુક છું.
શનાયાની પિતરાઇ બહેનો સોનમ કપૂર અને જાહ્નવી કપૂર બોલીવૂડમાં ડેબ્યુ કરી ચુકી છે. હવે શનાયા બોલીવૂડના ટોચના ફિલ્મસર્જક સાથે ડેબ્યુ કરી રહી છે.
અનિલ કપૂરના ભાઇ સંજય કપૂરની પુત્રી શનાયા પોતાની ગર્લ ગેન્ગના કારણે જાણીતી છે. તે, સુહાના ખાન, નવ્યા નવેલી, અનન્યા પાંડે ખાસ બહેનપણીઓ છે.