કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા
કર્ણાટકના મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .જોકે તેમનજ તબિયત સારી છે. પરંતુ ડોકટરની સલાહ મુજબ હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કર્ણાટકના સીએમએ તેમના ટ્વિટર હેન્ડલ પર કોરોના પોઝિટિવ હોવાનું પુષ્ટિ આપી છે. તેઓએ કહ્યું છે કે તેમની તબિયત બરાબર છે, પરંતુ ડોકટરોની સલાહથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ સાથે, તેમણે પોતાના સંપર્કમાં રહેલા તમામ લોકોને સેલ્ફ ક્વોરેન્ટાઇન રહીને તપાસ કરાવા અપીલ કરી છે.
કર્ણાટકના સીએમએ તેમના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે , 'મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે હું ઠીક છું ડોકટરોની સલાહથી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહી છે. હું વિનંતી કરીશ કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતે રિપોર્ટ કરાવી લે અને સેલ્ફ ક્વોરેન્ટાઇન રહે.