બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રેલ્વેમાં ભોળાનાથ થયા રિઝર્વ: 'ૐ નમ: શિવાય' ના સૂર

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી ચંદૌલીના રેલવે સ્ટેશન પરથી 'કાશી મહાકાલ એક્સપ્રેસ' ને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન કાશી વિશ્વનાથની નગરી વારાણસીથી ઈન્દોર સુધી દોડશે. 'કાશી મહાકાલ' એક્સપ્રેસ ત્રણ જ્યોતિર્લિંગ (બાબા વિશ્વનાથ, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર) ની યાત્રાને જોડશે. ખાસ વાત એ છે કે મહાકાલ બાબા માટે ટ્રેનમાં સીટ પણ બુક કરાઈ હતી. એટલું જ નહીં, રેલ્વે અધિકારીઓનું કહેવું છે કે અમે આ બેઠક આગળ પણ ભગવાન શિવ માટે રીઝર્વ રાખવાનો પ્રયત્ન કરીશું.


રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત




'કાશી મહાકાલ એક્સપ્રેસના' કોચ B/5 માં ભગવાનની મુર્તીને સીટ નંબર 64 પર ખૂબ જ શણગાર સાથે મૂકવામાં આવી હતી. ભારતીય રેલ્વેના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે જેમા બાબા મહાકાલ માટે ટ્રેનમાં સીટ અનામત રાખવામાં આવી. આપને જણાવી દઈએ કે આ ટ્રેન રવિવારે વારાણસીથી ઈન્દોર જવા માટે રવાના થઈ છે.


'ૐ નમ: શિવાય' ના સૂર




વારાણસી અને ઇન્દોર વચ્ચે અઠવાડિયામાં ત્રણ વખત ચાલનારી આ ટ્રેન ભક્તિના નરમ અવાજ સાથે સંગીતની ધૂન વગાડાશે. રવિવારે ટ્રેનમાં ' નમ: શિવાય' ની ધૂન વગાડી હતી. ટ્રેનના દરેક કોચમાં બે ખાનગી ગાર્ડ હશે અને મુસાફરોને શાકાહારી ભોજન પીરસવામાં આવશે.


દેશની ત્રીજી ખાનગી ટ્રેન




આ દેશની ત્રીજી ખાનગી ટ્રેન છે.આ ટ્રેનનું સંચાલન ભારતીય રેલ્વેના IRCTC દ્વારા કરાશે.


ભોલેની બેઠક પર રાજકારણ




કાશી મહાકાલ એક્સપ્રેસમાં ભગવાન શિવની બેઠક અનામત રાખવાની બાબતે રાજકારણ શરૂ થયું છે. AIMIMના ચીફ અસુદ્દીન ઔવેસીએ આમાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ ટ્વીટ કરીને પીએમ મોદીને ભારતીય બંધારણના પ્રસ્તાવનાની યાદ અપાવી છે.