This browser does not support the video element.
ફેમસ સિંગર કિંજલ દવે કેમ આવ્યા વિવાદમાં...
રાજ્યમાં કોરોના વાયરસના રોજ 1300 કરતાં વધારે કેસ આવી રહ્યા છે. અનલૉક 5.0 લાગુ છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 200 જણા સુધી લોકોને એકઠા કરવાની છૂટ છે. તેમ છતાં ક્યાંય પણ ટોળે વળીને કાર્યક્રમો યોજવાની છૂટ નથી. આ સ્થિતિમાં રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકાના ડેડોલ ગામમાંથી ચિંતાજનક દૃશ્યો આવ્યા છે. અહીંયા એક જાહેર કાર્યક્રમમાં જાણીતી ગાયક કિંજલ દવે અને ધારાસભ્ય શશીકાંત પડ્યાને ઘોડે બેસાડીને ગામમાં ફેરવતા જાણે કોરોનાનો વરઘોડો નીકળ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. આ જોખમી કાર્યક્રમ બદલ આયોજકોએ ગંભીર ભૂલ કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા છે.
અહીંયા રોડના ખાતમહૂર્તના કાર્યક્રમમાં ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે અને ડીસાના ધારાસભ્ય શશીકાંત ભાઈ પંડ્યા સાથે મળી અને એક કાર્યક્રમમાં આવ્યા હતા. જોકે, આ બંને મહેમાનોને ઘોડે ચઢાવી અને ગામમાં તેમનો વરઘોડો કાઢતા માણસોનું ધોડાપૂર ઉમટ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમાં કિંજલ દવેના જ ગીતો પર ડીજેના તાલ પર લોકોના ટોળેને ટોળા વળ્યા હતા. ડેડોલ ના ગ્રામજનો એ ઘોડા પર બેસાડી સ્વાગત કર્યું હતું ત્યારે રોડના ખાતમહૂર્તમાં ધારાસભ્ય સાથે આવેલી કિંજલને જોવા જનમેદની ઉમટી પડી.
આ ઘટનાને લઈને સોશ્યલ મીડિયામાં કિંજલ દવેના આ વર્તનથી ચાહકોએ નારાજગી વ્યક્ત કરી
આ કાર્યક્રમ ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવ્યો હતો કે કેમ તે અંગે માહિતી મળી નથી પરંતુ ધારાસભ્ય પણ આ કાર્યક્રમમાં મહેમાન હોય તેવું જાણવા મળ્યું છે પરંતુ જવાબદાર વ્યક્તિ તરીકે આ કાર્યક્રમમાાં આવતા પહેલાં તેમણે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની વ્યસ્થા અંગે પૃચ્છા કરી હોય તેવું જણાતું નથી.