બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

તમારા શરીરમાં ઑક્સિજન ઘટવાનાં લક્ષણો જાણો...

શરીરમાં ઑક્સિજનનું ઘટવું કેટલાય રોગનું કારણ બને છે. ઑક્સિજનનું સ્તર ઘટવા પર સૌથી ઝડપી અને સૌથી ખરાબ અસર આપણી રોગપ્રતિકારક ક્ષમતા પર પડે છે. એવી પરિસ્થિતિમાં કોઇ પણ વાયરસ અને બેક્ટેરિયા આપણા શરીર પર હાવી થઇ શકે છે. જાણો, શરીરમાં ઑક્સિજનનું લેવલ ઓછું થવાના લક્ષણ અને કારણો શું હોય છે?

શરીરમાં ઑક્સિજન ઓછું થવાનાં લક્ષણો
- શરીરમાં ઑક્સિજન ઓછું થવાનો અર્થ છે કે શરીરને પોતાની નિયમિત ક્રિયાઓને સારી રીતે ચલાવવા માટે જેટલા પ્રમાણમાં ઑક્સિજન જોઇએ, એટલા પ્રમાણમાં ઑક્સિજન ન મળી શકવું.

- જ્યારે શરીરમાં ઑક્સિજન ઘટવા લાગે છે ત્યારે સૌથી પહેલા વ્યક્તિને થાકનો અનુભવ થાય છે, શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અથવા શ્વાસ ફૂલવા લાગે છે. ત્યારબાદ શરીરમાં બ્લડ સર્ક્યુલેશનની ગતિ ધીમી થઇ જાય છે. તેનાથી થાક અને ગભરામણ વધી જાય છે.

શરીરમાં ઑક્સિજન ઘટવાને કારણે થઇ શકે છે આ બીમારીઓ
- જો શરીરમાં ઑક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું થઇ જાય તો બ્રેઇન ડેમેજ અને હાર્ટ અટેક સુધીની પરિસ્થિતિ બની શકે છે. શુગરના દર્દીઓમાં જો ઑક્સિજનનું લેવલ ઘટી જાય તો તેમનું શુગર અચાનકથી ખૂબ જ વધારે વધી શકે છે, જે એક જીવલેણ પરિસ્થિતિ પણ બની શકે છે.

- ઑક્સિજનનું સ્તર અચાનકથી ખૂબ જ ઘટી જવાને કારણે શરીરમાં થાયરોઇડ હૉર્મોનનું સંતુલન ખોરવાઇ જાય છે. આ પરિસ્થિતિમાં થાયરોઈડનું સ્તર ખૂબ જ વધારે વધી શકે છે અથવા તો ખૂબ જ વધારે ઘટી શકે છે. તેનાથી Hypothyroidism અને Hyperthyroidismની સમસ્યા થઇ શકે છે.

શરીરમાં ઑક્સિજનના ઘટવાનું કારણ
- શરીરમાં ઑક્સિજન ઘટવાના કેટલાય કારણ હોય છે જે વ્યક્તિની લાઇફસ્ટાઇલ પર આધાર રાખે છે. જે લોકો ખૂબ જ વધારે આળસથી ભરપૂર લાઇફસ્ટાઇલ જીવે છે એટલે કે ફિઝિકલ એક્ટિવિટી નથી કરતાં તેમના શરીરમાં પણ ઑક્સિજન ઘટવા લાગે છે.

- જે લોકો ખૂબ જ વધુ પડતો શારીરિક શ્રમ કરે છે પરંતુ તેના હિસાબે યોગ્ય ડાયેટ લેતાં નથી તેમનાં શરીરમાં પણ ઑક્સિજનનો ઘટાડો થઇ શકે છે.

- જે લોકોના ભોજનમાં આયર્નનું પ્રમાણ ઓછું હોય છે જો તેઓ લાંબા સમય સુધી આ પ્રકારનું ભોજન લેતાં રહે તો તેના શરીરમાં પણ ઑક્સિજનનું પ્રમાણ ઘટી શકે છે. કારણ કે ફેફસાં સહિત આખા શરીરમાં ઑક્સિજનના પ્રવાહ માટે આયર્ન મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.