25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

વર્તમાન સમયમાં સૌથી મોટામાં મોટી સમસ્યા કઈ છે જાણો છો???

અત્યારના વર્તમાન સમયમાં ભારતમાં સૌથી મોટામાં મોટી સમસ્યા જો કોઈ હોય તો તે છે વસ્તી વિસ્ફોટ મોંઘવારીના સમયમાં ગરીબ  વ્યક્તિના ઘરમાં ખાવાના પણ ફાંફા પડે છે તેવા સંજોગોમાં ઘરમાં છ થી સાત સભ્યો જોવા મળતા હોય છે  એ લોકોનું ભરણપોષણ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે આ લોકો આમ તેમ રખડીને રસ્તા ઉપર ભી

Manish patel

અત્યારના વર્તમાન સમયમાં ભારતમાં સૌથી મોટામાં મોટી સમસ્યા જો કોઈ હોય તો તે છે વસ્તી વિસ્ફોટ મોંઘવારીના સમયમાં ગરીબ  વ્યક્તિના ઘરમાં ખાવાના પણ ફાંફા પડે છે તેવા સંજોગોમાં ઘરમાં છ થી સાત સભ્યો જોવા મળતા હોય છે  એ લોકોનું ભરણપોષણ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે આ લોકો આમ તેમ રખડીને રસ્તા ઉપર ભીખ માગતા હોય છે અને દેશની ગરીબી તેમજ બેકરીમાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે જો આવા લોકો એમ સમજી જાય કે વસ્તી વૃદ્ધિ એક ભારણ છે માટે જેમ બને તેમ કુટુંબના સભ્યોનું કદ એ મર્યાદિત રાખવા પ્રયત્ન કરે તો દેશનો વિકાસ થઈ શકે તેમ છે.


વસ્તીનું પ્રમાણ સીમિત કરવામાં આવે એટલે કે દરેક કુટુંબ પોતાના ઘરમાં બાળકોનું પ્રમાણ મર્યાદિત કરે તો દેશમાં ધીરે ધીરે વસ્તીનું પ્રમાણ ઓછું થતું જાય છે અને સમગ્ર ભારતમાં વસ્તી વૃદ્ધિ પર અંકુશ લગાવી શકાય છે અને ત્યારબાદ તેમાં બેરોજગાર લોકોને રોજગારી આપી શકાય છે અને ભારતના દરેકે દરેક ક્ષેત્રમાં કૃષિક્ષેત્રે ઉદ્યોગક્ષેત્ર સેવાક્ષેત્ર સારામાં સારો વિકાસ કરી શકાય છે માટે ભારતમાં પણ કુટુંબ કદ મર્યાદિત રાખવા માટે  કાયદો લાવવાની જરૂર છે કે જેમાં બે બાળક ઉપર ત્રીજું બાળક હોય તો તેને સરકારનો કોઇ પણ લાભ તેમજ તેને નાગરિકત્વ મળવું જોઈએ નહીં.


 મિત્રો આપણે આપણે બધા જ જાગૃત થઇને ભારતમાં જેમ બને તેમ આ બધી જ સમસ્યાઓ છે તેનું સફળતાપૂર્વક સામનો કરી શકીએ એના માટે સૌથી મહત્ત્વનો શિવ વસ્તીવૃદ્ધિ ઉપર અંકુશ આરે અત્યારના સમયની અંદર કોરોના મહામારી ને કારણે જ દેશના અર્થતંત્રને ઊભું કરવું હોય તો વસ્તી ઉપર નિયંત્રણ ખૂબ જ જરૂરી છે જેમ વસ્તી પર નિયંત્રણ થતું જશે તેમ ભારતમાં વસ્તી ઘટશે અને દરેકે દરેક વ્યક્તિ આર્થિક રીતે પોતાના પગ ઉપર ઊભો થઈ શકે એના માટે સરકાર વધુને વધુ રોજગારી પૂરી પાડી શકે અને જે વ્યક્તિઓને ખરેખર નોકરી ઉદ્યોગ ધંધાની જરૂરિયાત છે એ લોકોને એની જરૂરિયાત પૂરી પાડી શકાશે.


Manish patel

અર્થશાસ્ત્ર શિક્ષક

પ્રભાવતી ભરતકુમાર પટેલ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કુલ કડી,

સર્વ વિદ્યાલય કેમ્પસ



આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments