વર્તમાન સમયમાં સૌથી મોટામાં મોટી સમસ્યા કઈ છે જાણો છો???
અત્યારના વર્તમાન સમયમાં ભારતમાં સૌથી મોટામાં મોટી સમસ્યા જો કોઈ હોય તો તે છે વસ્તી વિસ્ફોટ મોંઘવારીના સમયમાં ગરીબ વ્યક્તિના ઘરમાં ખાવાના પણ ફાંફા પડે છે તેવા સંજોગોમાં ઘરમાં છ થી સાત સભ્યો જોવા મળતા હોય છે એ લોકોનું ભરણપોષણ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે આ લોકો આમ તેમ રખડીને રસ્તા ઉપર ભીખ માગતા હોય છે અને દેશની ગરીબી તેમજ બેકરીમાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે જો આવા લોકો એમ સમજી જાય કે વસ્તી વૃદ્ધિ એક ભારણ છે માટે જેમ બને તેમ કુટુંબના સભ્યોનું કદ એ મર્યાદિત રાખવા પ્રયત્ન કરે તો દેશનો વિકાસ થઈ શકે તેમ છે.
વસ્તીનું પ્રમાણ સીમિત કરવામાં આવે એટલે કે દરેક કુટુંબ પોતાના ઘરમાં બાળકોનું પ્રમાણ મર્યાદિત કરે તો દેશમાં ધીરે ધીરે વસ્તીનું પ્રમાણ ઓછું થતું જાય છે અને સમગ્ર ભારતમાં વસ્તી વૃદ્ધિ પર અંકુશ લગાવી શકાય છે અને ત્યારબાદ તેમાં બેરોજગાર લોકોને રોજગારી આપી શકાય છે અને ભારતના દરેકે દરેક ક્ષેત્રમાં કૃષિક્ષેત્રે ઉદ્યોગક્ષેત્ર સેવાક્ષેત્ર સારામાં સારો વિકાસ કરી શકાય છે માટે ભારતમાં પણ કુટુંબ કદ મર્યાદિત રાખવા માટે કાયદો લાવવાની જરૂર છે કે જેમાં બે બાળક ઉપર ત્રીજું બાળક હોય તો તેને સરકારનો કોઇ પણ લાભ તેમજ તેને નાગરિકત્વ મળવું જોઈએ નહીં.
મિત્રો આપણે આપણે બધા જ જાગૃત થઇને ભારતમાં જેમ બને તેમ આ બધી જ સમસ્યાઓ છે તેનું સફળતાપૂર્વક સામનો કરી શકીએ એના માટે સૌથી મહત્ત્વનો શિવ વસ્તીવૃદ્ધિ ઉપર અંકુશ આરે અત્યારના સમયની અંદર કોરોના મહામારી ને કારણે જ દેશના અર્થતંત્રને ઊભું કરવું હોય તો વસ્તી ઉપર નિયંત્રણ ખૂબ જ જરૂરી છે જેમ વસ્તી પર નિયંત્રણ થતું જશે તેમ ભારતમાં વસ્તી ઘટશે અને દરેકે દરેક વ્યક્તિ આર્થિક રીતે પોતાના પગ ઉપર ઊભો થઈ શકે એના માટે સરકાર વધુને વધુ રોજગારી પૂરી પાડી શકે અને જે વ્યક્તિઓને ખરેખર નોકરી ઉદ્યોગ ધંધાની જરૂરિયાત છે એ લોકોને એની જરૂરિયાત પૂરી પાડી શકાશે.
Manish patel
અર્થશાસ્ત્ર શિક્ષક
પ્રભાવતી ભરતકુમાર પટેલ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કુલ કડી,
સર્વ વિદ્યાલય કેમ્પસ