કોલકાતા નાઈટ રાઈડર્સે પેટ કમિન્સની જગ્યાએ ન્યુઝીલેન્ડના દિગ્ગજ બોલરને કર્યા સામેલ
કોલકાતા નાઈટ રાઈડર્સે ન્યુઝીલેન્ડના ઝડપી બોલર ટિમ સાઉથીને આઈપીએલ ૨૦૨૧ ની ટોપ મેચ માટે પોતાની સાથે જોડ્યા છે. ટિમ સાઉથીમાં પેટ કમિન્સના વિકલ્પ રૂપમાં સામેલ થશે. પેટ ક્મીન્સે યુએઈ સત્રમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. વાસ્તવમાં, પેટ કમિન્સ પોતાની પત્નીની સાથે રહેવા માંગે છે, જેમને તાજેતરમાં પોતાની પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી.
ટિમ સાઉથીના આઈપીએલ કરારનો અર્થ છે કે, તે બાંગ્લાદેશ અને પાકિસ્તાન પ્રવાસ પર જશે નહીં, જ્યાં ન્યુઝીલેન્ડને કેટલીક મર્યાદિત ઓવરની મેચ રમવાની છે.
૩૩ વર્ષના ટિમ સાઉથીએ આ અગાઉ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સનું પ્રતિનિધિત્વ કર્યું છે.
તેમ છતાં, આઈપીએલમાં ટિમ સાઉથીનું પ્રદર્શન સાધારણ રહ્યું છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટરે ૪૦ મેચમાં ૨૮ વિકેટ લીધી છે. આ દરમિયાન તેમનો ઈકોનોમી રેટ ૮.૭૪ નો હતો. ૨૦૧૯ સત્ર બાદ ટિમ સાઉથીને આઈપીએલમાં રમવાની તક મળી નહોતી. તે સીઝનમાં તેમને પ્રતિ ઓવરમાં ૧૩ રન બનાવ્યા હતા.
ટિમ સાઉથીને જોડ્યા બાદ બે વખતની આઈપીએલ ચેમ્પિયન કેકેઆરને આશા હશે કે યુએઈમાં તે પ્લેઓફમાં જગ્યા નક્કી કરી શકે. કોલકાતા નાઈટરાઈડર્સની ટીમ આ સમયે સાતમાં સ્થાન પર છે. તેમને સાતમાંથી બે જ મેચ જીતેલી છે.