બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આજે રાજસ્થાન સામે કોલકોતા નાઈટરાઈડર્સ ટકરાશે...કોણ મારશે બાજી...

- રાજસ્થાને સળંગ બે વિજય સાથે ખળભળાટ મચાવ્યો
- સાંજે ૭ઃ૩૦થી મેચ : કોલકાતાના બેટ્સમેનોએ લડાયક દેખાવ કરવો પડશે

સંજુ સેમસન, કેપ્ટન સ્ટીવ સ્મિથ અને જોફ્રા આર્ચર તેમના નવા ફાયરબ્રાન્ડ બેટ્સમેન તરીકે ઉભરી આવેલા તેવટિયાએ જબરજસ્ત દેખાવ કરતાં આઇપીએલની શરૃઆતમાં નબળી ગણાતી રાજસ્થાન રોયલ્સને ધમાકેદાર શરૃઆત અપાવી છે. રાજસ્થાને અસાધારણ સ્ટ્રોકપ્લે અને જબરજસ્ત ટીમ વર્કને સહારે સળંગ બે વિજય મેળવી લીધા છે અને હવે તેઓ જીતની હેટ્રિક તરફ આગેકૂચ કરી રહ્યા છે. બીજી તરફ દિનેશ કાર્તિકની કેપ્ટન્સી હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે હાર સાથે શરૃઆત કર્યા બાદ હૈદરાબાદ સામે જીત સાથે આત્મવિશ્વાસ મેળવ્યો હતો.

હવે આવતીકાલે દુબઈમાં ભારતીય સમય પ્રમાણે સાંજે ૭ઃ૩૦ વાગ્યાથી શરૃ થનારી મેચમાં રાજસ્થાનની સામે કોલકાતાના બેટ્સમેનો અને બોલરોની કસોટી થશે. રાજસ્થાન પહેલી વખત શારજાહની બહાર રમશે, જેના કારણે તેમના બેટીંગ પાવરહિટર્સની ખરી કસોટી થશે. સેમસન અને કેપ્ટન સ્મિથને શાનદાર ફોર્મ દેખાડયું છે. ટીમમાં બટલર પણ જોડાઈ ગયો છે અને રાહુલ તેવટિયાએ ઓલરાઉન્ડર તરીકેની પ્રતિભા દેખાડતાં રાજસ્થાનની ટીમને વધુ મજબુત બનાવી છે. જોફ્રા આર્ચર અને ટોમ કરનની જોડી બેટીંગ અને બોલિંગ બંને મોરચે શાનદાર દેખાવ કરીને બાજી પલ્ટી નાંખવાની ક્ષમતા ધરાવે છે.

આઇપીએલની ધરખમ ટીમોમાં સ્થાન ધરાવતી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો પ્રારંભ આ વર્ષે આત્મવિશ્વાસભર્યો રહ્યો નથી. દિનેશ કાર્તિકની કેપ્ટન્સી હેઠળની ટીમમાં રસેલ, નારાયણ, મોર્ગન, કુલદીપ યાદવ અને કમિન્સ જેવા દિગ્ગજ ખેલાડીઓ છે. યુવા ઓપનર શુભમન ગિલે આગવું ફોર્મ બતાવ્યું છે.આમ છતાં ટીમ હજુ આગવી લયમાં જોવા મળી નથી. મુંબઈ સામે સરેરાશ દેખાવ સાથે મળેલી હાર બાદ કોલકાતાએ અસરકારક બોલિંગ અને ગિલ-મોર્ગનની ધમાકેદાર બેટીંગને સહારે જીત હાંસલ કરી હતી. જોકે રાજસ્થાન સામે તેમણે જંગી સ્કોર ખડકવાની કે પછી મોટા પડકારનો પીછો કરવાની તૈયારી રાખવી પડશે. 

કોલકાતાના બોલરોની સામે રાજસ્થાનની ઈનફોર્મ બેટિંગ લાઈનઅપને નિયંત્રણમાં રાખવાનો પડકાર છે. કુલદીપ યાદવની પાસેથી ટીમ મેનેજમેન્ટને વધુ સારા દેખાવની આશા છે. રસેલે પણ આગવી લયમાં બેટીંગ કરવી પડશે. દિનેશ કાર્તિકના ફોર્મની સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે, જેના પ્રત્યુત્તર સમાન ઈનિંગની આશા પણ ચાહકોને તેની પાસેથી છે. 

રાજસ્થાન : સ્મિથ (કેપ્ટન), ઉથપ્પા, સેમસન, આર્ચર, યશસ્વી જયસ્વાલ, મનન વ્હોરા, કાર્તિક ત્યાગી, આકાશ સિંઘ, ઓશાને થોમસ, એન્ડ્ર ટાય, ટોમ કરન, અનિરૃદ્ધ જોશી, શ્રેયસ ગોપાલ, રિયાન પરાગ, વરૃણ આરોન, શશાંક સિંઘ, અનુજ રાવત, મહિપાલ લોમરોર, મયંક માર્કન્ડે . (સ્ટોક્સ આજની મેચ માટે ઉપલબ્ધ નથી)

કોલકાતા નાઈટરાઈડર્સ : દિનેશ કાર્તિક (કેપ્ટન), ઈનો મોર્ગન, નિતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, રિન્કુ સિંઘ, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, અલી ખાન, કમલેશ નગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, પેટ કમિન્સ, પ્રસિધ ક્રિશ્ના, સંદીપ વેરિયર, શિવમ માવી, વરૃણ ચક્રવર્તી, એન્ડ્રે રસેલ, ક્રિસ ગ્રીન, એમ.સિદ્ધાર્થ , સુનિલ નારાયણ, નિખિલ નાઈક, ટોમ બેન્ટન.