બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મોરના ઈંડા ચીતરવા ન પડે- પિતા કુંવરજીભાઇના પગલે ચાલી રહ્યા છે પુત્ર ડો. મનીષ બાવળીયા

લોકોની પીડાને પામ્યા પછી પળનોય વિલંબ કર્યા વિના પડખે આવીને ઊભો રહે એ જ સાચો લોકનેતા કહેવાય. હૃદયની વેદનાને વાંચીને સંકટના સમયે જે હમદર્દ બની સધિયારો આપે એનેજ સાચો સમાજસેવી, લોકસેવી કહેવાય. 

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોના સ્વાસ્થ્ય માટે હર હંમેશ ચિંતિત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના ડોક્ટર પુત્ર મનીષભાઈ બાવળીયા છેલ્લા કેટલાય દિવસથી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમા દિવસ-રાત લોકોના સ્વાસ્થ્ય માટે પરીવારની જેમ સતત સેવા કરી રહ્યા છે.

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં વિંછીયા તાલુકાના દર્દીઓને તાલુકામથકે કોરોના વાયરસ-કોવિડ-૧૯ અંતર્ગત શંકાસ્પદ/પોઝીટીવ દર્દીઓની સારવાર માટે  વિંછીયાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ૩૦ બેડ ઓક્સીજન અને ૩૦ બેડ અન્ય સારવાર માટેના બેડ મળી કુલ ૬૦ બેડની સગવડતા ધરાવતું, 3 ઓક્સીજન સાથેની એમ્બુલન્સ સાથે ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (DCHC) શરુ કરવામાં આવ્યું છે.