ગુજરાતમાં ધારાસભ્યના કાર્યાલયની બાજુમાં કોણે કરી વકીલની હત્યા? જાણો...
કચ્છના રાપરમાં ધોળા દિવસે વકીલને સરા જાહેર રહેંસી નાખ્યા. CCTVમાં કેદ સરાજાહેર હત્યાના આ દ્રશ્યો છે કચ્છ જિલ્લાના રાપરના જ્યાં સમી સાંજે રાપરના અગ્રણી વકીલ દેવજીભાઈ મહેશ્વરી પર એક શખ્શે કર્યો છરીથી હુમલો કર્યો
મહેતા કોમ્પલેક્ષમાં આવેલી પોતાની ઓફિસમાંથી દેવજીભાઈ નીચે ઉતરીને જતાં હતા એ સમયે અચાનક એક શખ્શ આવ્યો અને છરીના ઉપરાઉપરી ઘા ઝીંકતા જ વકીલ દેવજીભાઈ લોહીથી લથપથ હાલતમાં ત્યા જ ઢળી પડ્યા.બાદમાં દેવજીભાઈને હોસ્પિટલે ખસેડાયા. જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી. મૃતક દેવજીભાઈ મૂળ લખપત તાલુકાના નરા ગામના વતની અને છેલ્લા 20 વર્ષથી વકીલાત કરતા અને બામસેફ જેવી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા અને ઇન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ દેવજીભાઈ વીંછીયાં ભાઈ મહેશ્વરી સાંજે સાડા છના અરસામાં રાપર ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાના કાર્યાલયની બાજુમાં ઓફિસ ધરાવતા હતા
ઘટનાને પગલે વકીલ એસોસિએશન સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યું હતું અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અનેક સંગઠનો સાથે સંકળાયેલા અને સમાજમાં સારી લોક ચાહના ધરાવતા એડવોકેટની હત્યા થતા મોટી સંખ્યામાં લોકો સરકારી હોસ્પિટલ ખાતે લોકો દોડી આવ્યા હતા. આ ઘટનાને લઈને ચકચાર મચી ગયો છે લોકો પોલીસ તંત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે કે ધારાસભ્યના કાર્યાલયની બાજુમાં આવી ધટના કેવી રીતે બને? આ ધટનાના વિરોધમાં મોડીરાત્રે અંજાર-મુન્દ્રા હાઇવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કરાયો હતો.