બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

માનવજગતનો નિ:સાસો : 'ક્યા સે ક્યા હો ગયા'.

કોરોના આ હદે માનવજગત માટે પડકાર સર્જશે તેની કોઇને ક્યાંથી કલ્પના હોય. અત્યાર સુધી કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓનો પડકાર નાગરિકો અને સરકારે પાર પાડયો હતો તે પડકાર પણ એક શહેર કે રાજ્ય સુધી સીમીત હોય જ્યારે કોરોનાએ તો વિશ્વભરને તેના રાક્ષસી પંજામાં પકડીને લીધો. ભારતની વસ્તી ૧૩૭ કરોડની છે. ભારત પ્રમાણમાં ટાંચા સાધનો મેડિકલ સીસ્ટમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ધરાવતો દેશ છે.

 આર્થિક બજેટની મર્યાદા પણ ખરી. આમ છતા કોરોનાના સંક્રમણ અને મૃતકોના આંકની રીતે ભારતે અમેરિકા અને યુરોપિય દેશોની તુલનામાં પ્રસશનીય પ્રતિકાર કર્યો તેમ કહી શકાય. વડાપ્રધાન મોદીએ વિશ્વના અન્ય દેશોના નેતાોઅની તુલનામાં ટીવી માધ્યમથી નાગરિકો જોડે હૈયાધારણ આપતો સંપર્ક, સંબોધન સેતુ જાળવીને વિશ્વના ટોચના દેશોના નાગરિકો અને 'વ્હુ'ની પણ પ્રશંસા મેળવી હતી. વડાપ્રધાન મોદી જ લોકડાઉન ટીવી પર આવીને જાહેર કરતા. તેમની આગવી શૈલીથી કહેવતો, પ્રેરક પ્રસંગો પણ ઉમેરતા. 

નાગરિકોમાં સંઘભાવના, શ્રધ્ધા જળવાઈ રહે તેથી તેમણે 'દિયા જલાઓ... કોરોના ભગાઓ' કે 'થાળી વગાડવાના કાર્યક્રમો આપ્યા' જો કે ઘણાને આ બધુ ગતકડા જેવું હાસ્યાસ્પદ પણ લાગ્યું તેવી જ રીતે વારંવાર દેશના મુખ્યપ્રધાનો જોડે પણ વીડિયો કોન્ફરન્સ યોજી વડાપ્રધાન મોદીએ લોકડાઉનનો સખ્ત અમલ કરાવતા કહ્યું કે 'જાન હૈ તો જહાઁ હૈ' પણ આગળ જતા અર્થતંત્ર ભયજનક રીતે ઠપ્પ થયુ તે સાથે જ કહ્યું કે 'જાન ભી જહાઁ ભી'. જો કે કોરોનાને કઇ રીતે મહાત આપવી તે આજદિન સુધી કોયડો તો છે જ. કોરોનાને લીધે જનજીવન જાણે એક નવી જ દુનિયાને જ જન્મ આપ્યો જેમાં જીવવાની શરતો લાગુ હોય.

આજે દર્શન બંધ છે...

ભગવાન મને કોરોનાથી બચાવો

દિયા જલાઓ...કોરોના ભગાઓ

થાળીઓના અવાજથી કદાચ કોરોના ડરી જાય !

આ લોકો દંડાની ભાષા જ સમજશે

લગ્ન તો મોં બંધ રાખી કરી લઇએ

ભાગો..ઘરમાં ચાલ્યા જાવ.. કોરોનાની સવારી આવી છે

બચ્ચાઓની પાઠશાલા

સેવાની સરવાણીની સંસ્કૃતિ...

મોલ બન્યા શ્રમજીવીના આશ્રયસ્થાન

માસ્કનું વિતરણ અને બજાર

માસ્કનો ગૃહ ઉદ્યોગ

નિષ્પ્રાણ મહાનગરોના ધોરી માર્ગની જાણે ધોરી નસ કપાઈ ગઈ : રસ્તાઓ જ થંભી ગયા

આયુર્વેદ અને ઉકાળાનો અસરકારક પ્રભાવ

શ્રધ્ધા સાથે ધીરજ રાખો

સેનેટાઇઝરનો સુપરડુપર ધંધો

 દો ગજ કી દૂરી