બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગોધરા: આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકરો દ્વારા બોડીદ્રા ગામે "મહિલા વિરોધી ભાજપ દિવસ" ઉજવવામાં આવ્યો.


ગોધરા

ભાજપ દ્વારા સરકાર પાંચ વર્ષની   ઉજવણી કરવાવા આવી રહી છે,તેની સામે આમ આદમી પણ  આ પ્રકારના દિવસોની ઉજવણી કરી રહી છે.પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા જિલ્લા પ્રમુખ આનંદીબેન બારીઆ (વકીલ) ની આગેવાનીમાં મહિલા કાર્યકરો સાથે ગોધરા તાલુકાના બોડીદ્રા ગામે "મહિલા વિરોધી ભાજપ દિવસ" તરીકે ઉજવવામાં આવ્યો.


જિલ્લા પ્રમુખ આનંદીબેન બારીઆએ જણાવ્યું હતું કે, ભાજપની સરકારમાં મહિલાઓ માટે સુવિધા, સુરક્ષા, શિક્ષણ, રોજગારી બાબતે કોઈ કામો થયાં નથી. આજે ગુજરાતમાં મહિલાઓ માટે વિશેષ અલગથી સુવિધાઓ ઉપલબ્ધ નથી, સુરક્ષા બાબતે પણ બળાત્કાર અને હત્યાઓ થઇ રહી છે સમયસર ન્યાય મળતો નથી, શિક્ષણમાં સ્પેશિયલ છોકરીઓ માટે શાળા, કોલેજો નથી, છોકરીઓને રોજગારી મળતી નથી. આમ ઘણી બધી સમસ્યાઓ સાથે મહિલાઓ પોતાની મજબુરીમાં જીવન ગુજારે છે. કોરોના મહામારીમાં વિધવા બનેલી બહેનોને વિશેષ કોઇપણ પ્રકારની આર્થિક સહાય આપવામાં આવી નથી. જે કુટુંબમાં કમાનાર વ્યક્તિ નથી, તેમજ ઘર ચલાવવાની સંપૂર્ણ જવાબદારી નિભાવતી મહિલાઓ માટે સરકાર કોઈ રોજગારી આપતી નથી તેથી કાળી મજૂરી કરીને જીવન ગુજારવા અને પોતાના બાળકોને ભણાવવા મજબુર મહિલાઓ ઘણી જોવા મળે છે. એ દુઃખની બાબત છે એમ જણાવ્યું હતું.અને "મહિલા વિરોધી ભાજપ દિવસ" ની ઉજવણી કરી હતી.


હાલોલ ખાતે જિલ્લા મહામંત્રી મુક્તિ જાદવ તથા તારીકા સોની, ગોધરા શહેરમાં મહિલા જિલ્લા ઉપ પ્રમુખ ઉન્નતિ પરમાર, પ્રચાર પ્રસાર પ્રમુખ નૈમિષા વ્યાસ, કાલોલ તાલુકા મહિલા ઉપ પ્રમુખ તાન્યા પટેલ, જાંબુઘોડા તાલુકા મહિલા પ્રમુખ શુભાગીની બારીઆ, ઘોઘંબા તાલુકા મહિલા પ્રમુખ મીનાબેન ચૌહાણ, મોરવા હડફ તાલુકા મહિલા પ્રમુખ ગીતાબેન કિશોરી સહિત મહિલા કાર્યકરોએ પોત પોતાના તાલુકાઓમાં "મહિલા વિરોધી ભાજપ દિવસ" ની ઉજવણી કરી હતી અને મહિલાઓને જાગૃત કરી હતી.