ઘરમાં રોજ દીવો કરવાથી લક્ષ્મીજી થશે પ્રસન્ન, પણ કઈ વાતોનું રાખશો ધ્યાન
જો આપણે ઘરમાં ભગવાનની પૂજા કરીએ છીએ તો પૂજા દરમિયાન હંમેશાં દીવો કરતા હોઈએ છીએ. હિંદુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય અને પૂજા દરમિયાન તેમનાં તત્ત્વોના આધારે મંદિરની સામે અથવા ઘરના આંગણામાં દીવો કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે જો સવાર-સાંજ ભગવાન સમક્ષ દીવો પ્રગટાવવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે અને તેમની કૃપાદૃષ્ટિ આપણા પર બની રહે છે. એટલું જ નહીં, ધાર્મિક દૃષ્ટિકોણથી જોઈએ તો દીવો પ્રગટાવવાના અનેક ફાયદા જણાવાયા છે.
તો તેના વિશે આપણે જાણકારી લઈએ, દીવો પ્રગટાવતી વખતે ખાસ ધ્યાન રાખવાથી તમે તમારી ઈચ્છાઓ પૂરી કરી
શકો છો અને દીવો પ્રગટાવવાનું ફળ મળે છે.
- દીવો પ્રગટાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
- દરરોજ સવારે અને સાંજે ઘરમાં દીવો કરવો જોઈએ, કારણ કે તે તમારા પારિવારિક વાતાવરણને સકારાત્મક બનાવે છે, અને પરિવારમાં નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે.
- હિંદુ શાસ્ત્રો અનુસાર જો સાંજે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવામાં આવે તો તેનાથી ધનની દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. જો તમે ભગવાન સમક્ષ ઘીનો દીવો પ્રગટાવતા હોવ તો તમારે તેને તમારા ડાબા હાથ તરફ જ પ્રગટાવવો જોઈએ અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોવ તો તેને તમારા જમણા હાથે પ્રગટાવવો.
- દીવો પ્રગટાવવા માટે વાટનો ઉપયોગ થાય છે. જો તમે ઘીનો દીવો પ્રગટાવતા હો તો તમે સફેદ રૂની વાટ વાપરી શકો છો. અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોવ તો તેમાં લાલ દોરો વાપરી શકો છો.
- જો તમે પૂજા દરમિયાન દીવો પ્રગટાવતા હોવ તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે હંમેશાં ભગવાનની મૂર્તિ કે ફોટોની સામે દીવો પ્રગટાવો.
- દરેક વ્યક્તિ દીવો પ્રગટાવતા એક જ આશા રાખતી હોય છે કે ભગવાન તેના જીવનની તમામ મુશ્કેલી દૂર કરશે. જો કે વ્યક્તિથી નાની-નાની ભૂલો થઈ જાય છે, જેના કારણે તેને પૂજાનું યોગ્ય ફળ મળી શકતું નથી.
- દીવો પ્રગટાવવા સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો છે, જે દરેક વ્યક્તિએ પૂજાપાઠ દરમિયાન ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો તે શુભ ફળ આપશે અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું ભાગ્ય ચમકી શકે છે.