બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

લાલુની કિડની ગમે ત્યારે બંધ થઇ શકે છે: પરિવારની ચિંતા વધી, સરકારને જાણ કરાઇ.

ખાસ-ચારા કૌભાંડમાં અત્રેની જેલમાં સજા ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની કિડની ગમે ત્યારે કામ કરવાનું બંધ કરી શકે છે, એમ રિમ્સ હોસ્પિટલના ડોકટરોએ આજે કહ્યું હતું. તેમની કિડનીનો ક્રિટિકલ લેવલ સતત વધતો જ જાય છે.

ડોકટરોના કહેવા અનુસાર હાલમાં લાલુની કિડની માત્ર 25 ટકા જ કામ કરે છે. શનિવારે ડોકટર ઉમેશ પ્રસાદ યાદવે કહ્યું હતું કે જો આગામી કેટલાક દિવસો સુધી લાલુજીની તબીયત  આવી જ રહી તો  તેમને ડાયાલીસિસની જરૂર પડશે.

લાલુ પ્રસાદની સારવાર કરી રહેલા ડોકટર ઉમેશ યાદવે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી લાલુ પ્રસાદ તબીયત બગડતા તેમના પરિવારમાં ચિંતા જોવા મળે હતી અને ડોકટરો પણ ચિંતામાં દેખાયા હતા.

ડોકટરોએ  સરકર અને રિમ્સને લેખીતમાં આ અંગેની જાણ કરી હતી. ડોકટરો અનુસાર, લાલુ પ્રસાદનો બ્લડ સુગર લેવલ પણ વધી રહ્યો હતો. એટલા માટે તેમને વધુ સારવારની જરૂર પડી શકે છે. ઉપરાંત હોસ્પિટલની બહારના ડોકટરોને પણ બોલાવી શકાય તેવી સિૃથતી ઊભી થઇ હતી.

લાલુ પ્રસાદને રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે તેમની કિડની 53 ટકા કામ કરતી હતી, પરંતુ હવે માત્ર 25 ટકા જ કામ કરે છે. પાછલા બે વર્ષોમાં કિડનીની કામ કરવાની ક્ષમતામાં ખુબ ઘટાડો થયો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયએ ગુરૂવારે લાલુ પ્રસાદની મુલાકાત લીધી હતી. ત્યાર પછી તેમણે પત્રકારોને કહ્યું હતું કે લાલુજીની તબીયત ખુબ બગડી રહી છે. આ સમાચાર જાણીને હું તેમને મળવા આવ્યો હતો.