બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ક્રૂડ તેલના મોટા પુરવઠાથી તેજીને લાગી બ્રેક...

ક્રૂડ ઓઇલમાં ઝડપી તેજી અટકી રહી છે. કોરોના મહામારીના બીજા રાઉન્ડની શરૂઆત અને વૈશ્વિક સ્તરે મોટા પુરવઠા સામે માગ ઠંડી રહેતા તેજી અટકી રહી છે. બ્રેન્ટ ક્રૂડ 42 ડોલરની રેન્જમાં સતત અથડાઇ રહ્યું છે. અમેરિકામાં સપ્તાહના અંતે ક્રૂડ ઇનવેન્ટરી કેવી રહે છે તેના પર મુખ્ય આધાર રહેલો છે.


ડબલ્યુટીઆઇ ક્રૂડ 40.29 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. જ્યારે એમસીએક્સ ખાતે કુલ 6052૩ સોદાઓમાં રૂ.2606.88 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.2975 ખૂલી, ઊપરમાં રૂ.2995, સત્રનાં અંતે ઘટીને રૂ.2982 બંધ રહ્યો હતો. કોલ ઓપ્શન્સનો રૂ.૩000 ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.115 ખૂલી, અંતે રૂ.119.5 બંધ રહ્યો હતો.