આવતીકાલે લતા મંગેશકરનો 91મો જન્મદિન જાણો લતા મંગેશકરની ના જાણી હોય તેવી વાતો...
- દુનિયાને હજારો ગીત આપ્યાં, પરંતુ એક સમયે લતાદીદી પિતા સામે ગાતાં પણ ડરતાં હતાં...
- લતાને બાળપણમાં ‘હેમા’ નામે બોલાવાતાં...
- 1999માં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યાં. આ વર્ષે તેમના નામે એક પર્ફ્યૂમ પણ લૉન્ચ થયું છે....
- લતાએ ‘લેકિન’ નામની ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી હતી, જેનું સંગીત આજેય યાદ કરાય છે.
પછી ગુલામ હૈદરે જ લતાને ‘મજબૂર’ ફિલ્મમાં મુકેશ સાથે ‘અંગ્રેજી છોરા ચલા ગયા’ ગાવાની તક આપી. આ લતાનો પહેલો બ્રેક હતો. ત્યાર પછી લતાને અઢળક કામ મળ્યું. શશધર મુખરજીને પણ પોતાની ભૂલ સમજાઈ અને તેમણે લતાને ‘અનારકલી’, ‘જિદ્દી’ જેવી ફિલ્મોમાં કામ આપ્યું.
કારકિર્દીના સુવર્ણ કાળમાં ગીતો રેકોર્ડ કરતા પહેલાં લતા આઈસક્રીમ પણ ખાતા. આ ઉપરાંત તેઓ અથાણું, મરચા પણ ખાતાં, પરંતુ તેમનો અવાજ કર્ણપ્રિય જ રહેતો. 1974માં લતા લંડનના રોયલ આલ્બર્ટ હૉલમાં પરફોર્મ કરનારાં પહેલાં ભારતીય બન્યાં. પોતાની સફર વિશે લતા કહે છે કે, શરૂઆતના દિવસોમાં રેકોર્ડિંગની રાતો મને હજુ યાદ છે.
એ વખતે દિવસે શૂટિંગ થતાં અને રાતે સ્ટુડિયો ફ્લોર પર જ સવાર સુધી રેકોર્ડિંગ થતું. વળી, એ દિવસોમાં એસીના બદલે અવાજ કરતા પંખા હતા, જેથી મુશ્કેલીનો સામનો કરવો પડતો. ‘ભારત રત્ન’ લતા મંગેશકરે 36 ભાષામાં 50 હજારથી વધુ ગીત ગાયાં છે. લતા 75 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે.