બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાજ્યમાંકોરોના સામે લડવા ઇ-ફ્લેગિંગ દ્વારા કોવિડ-19 વિજય રથનો પ્રારંભ...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે ત્યારે સરકાર દ્વારા કોરોના વાયરસ સામે લાડવા માટે બનતા તમામ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા કોવિડ-19 વિજયરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.


મુખ્યમંત્રી વિજય રુપાણીએ ''સાવચેતીને સંગ, જીતીશું જંગ'' ઇ-ફ્લેગિંગ દ્વારા કોવિડ-19  વિજય રથનો પ્રારંભ કરાવ્યો હતો. ‪‘ હારશે કોરોના, જીતશે ગુજરાત’ ના મંત્ર સાથે આપણે ગુજરાતમાં કોરોના ઉપર નિયંત્રણ કરી શકીશું.


ઘનવંતરી રથ અને સંજીવની વાન ખાનગી હોસ્પિટલની કોવિડ-19 નિયંત્રણ, સારવારમાં સક્રિય ભાગીદારી જેવી બાબતો WHOએ વિશ્વના અને દેશના અન્ય શહેરો માટે કોવિડ મેનેજમેન્ટના કેસ સ્ટડી પ્લેટફોર્મ તરીકે પ્રસ્તુત કરવા સુચવ્યું છે.