બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

WHOના અગ્રણી વિજ્ઞાનીએ કહ્યું- માસ્ક થ્રી લેયરનું, ઘાટ્ટા રંગની સાઈડ બહાર રહે તેમ પહેરવું

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. પ્રો. સૌમ્યા સ્વામીનાથનના જણાવ્યા અનુસાર કોરોના વાઈરસના સંક્રમણથી બચવા જ્યાં સુધી વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક જ આપણી સુરક્ષા કરશે. હાલના સંજોગોમાં માસ્ક તમારા અને આપણા જીવનનું સૌથી મહત્ત્વનું સાથીદાર છે. એટલે તેનો ઉપયોગ ક્યારેય બંધ ના કરો.

માસ્ક તમને ફક્ત સંક્રમિત થવાથી નથી બચાવતું, પરંતુ તમારી સામે આવતી વ્યક્તિને પણ બચાવે છે. એકથી બીજા વ્યક્તિમાં મોં કે નાકમાંથી નીકળતા ડ્રોપલેટ્સથી કોરોના વાઈરસ માનવશરીરમાં પ્રવેશે છે. આ ડ્રોપલેટ્સથી માસ્ક જ બચાવે છે. હેલ્થ કેર પ્રોવાઈડર્સ, કોવિડ કેર પ્રોવાઈડર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને એન-95 અને એન-99 માસ્ક પહેરવું જોઈએ કારણ કે, તેઓ દર્દીઓના સીધા સંપર્કમાં આવે છે અને તેમને સંક્રમણનો ખતરો વધુ રહે છે. બાકી લોકો માટે કાપડનું માસ્ક કે થ્રી લેયર ધરાવતું સર્જિકલ માસ્ક હિતાવહ છે. થ્રી લેયર ધરાવતું માસ્ક બારીક તરલ પદાર્થ રોકી લે છે. માસ્ક પહેરતી અને કાઢતી વખતે નાની-નાની સાવધાની પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. માસ્કને સ્પર્શ કરતા પહેલાં હાથને પાણીથી સારી રીતે ધોઈ લેવા જોઈએ. થ્રી લેયરનું માસ્ક પહેરતી વખતે ઘાટ્ટો રંગ બહાર તરફ જ રાખો. માસ્કની બંને તરફ ગેપ ના રહે તેનું પણ ખાસ ધ્યાન રાખો અને માસ્કને પણ વારંવાર સ્પર્શ ના કરો. આ ઉપરાંત માસ્ક કાઢીને તેને ક્યારેય કોઈ સપાટી પર ના મૂકો.