બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આપના ઘરમાં રહેલું સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક ટોનિક : મગફળી, જાણો મગફળીના 15 આયુર્વેદિક નુસખાઓ

નમસ્કાર વાચકમિત્રો આજે આપણે હેલ્થ ટીપ્સ માં વાત કરવા જઈ રહ્યા છીએ મગફળીની. મગફળીમાં જરૂરી પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે જે આપણા શારીરિક વિકાસમાં ખુબજ લાભદાયી છે, મગફળી નો સ્વાદ તો ઉત્તમ છે જ પણ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક છે. મગફળીનાં સેવનનાં કયા કયા ફાયદાઓ છે તે આજે આપણે મારા આ લેખ દ્વારા જાણી શું, તો આવો જાણીએ મગફળીના ગુણકારી ફાયદાઓ.

મગફળી આરોગ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે. ખાસ કરીને મગફળી ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે મગફળી પ્રોટીનનો એક ઉત્તમ સ્ત્રોત છે. એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે દૂધ, ઈંડા તથા ફેટવાળા બીજા પ્રોડક્ટ કરતા મગફળીમાં વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે. મગફળીમાં આયરન,નિયાસિન,ફોલેટ,કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળી આવે છે જેથી થોડા જ મગફળીના દાણામાં 426 થી લઈને 430 સુધી કેલરી અને પાંચ ગ્રામ કાર્બોહાઈડ્રેટ તથા ૧૭ ગ્રામ પ્રોટીન 35 ગ્રામ વસા ફાઈબર હોય છે. મગફળીમાં વિટામિન ઈ અને બી-6 પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે સ્વાસ્થ્ય નિષ્ણાંતો દ્વારા એવું માનવામાં આવે છે કે મગફળીને પલાળેલી ખાવી ખૂબ જ ફાયદાકારક છે કેમકે મગફળીના દાણાને પાણીમાં પલાળવા થી તેમાં રહેલા ન્યુટ્રિશન્સ શરીરમાં સંપૂર્ણ રીતે ઓબ્ઝર્વ થઈ જાય છે . પલાળેલી મગફળી ના ફાયદાઓ જાણીને તમે બીજા પૌષ્ટિક પ્રોડક્ટ ને બદલે મગફળીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેશો. 


1.. મગફળીનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે પલાળેલી મગફળીના ઉપયોગથી સુગર લેવલ નોર્મલ રહે છે સાથે જ ડાયાબિટીસથી બચાવે છે.

2.. મગફળી કોલેસ્ટ્રોલના પ્રમાણને નિયંત્રણ કરવામાં મહત્વની કામગીરી કરે છે. ઓછા ઘનત્વ વાળા લિપ્રોપ્રોટીન કોલેસ્ટ્રોલ નું પ્રમાણ પણ 7 % ઘટે છે. નિયમિત મગફળી ખાવાથી કોલેસ્ટરોલના પ્રમાણમાં ૫.૧ %નો ઘટાડો આવે છે. 

3.. ગર્ભવતી મહિલાઓ માટે મગફળીનો નિયમિત ઉપયોગ ખૂબ જ ફાયદાકારી નીવડે છે. ગર્ભવતી સ્ત્રીઓએ ખૂબ જ ઓછા પ્રમાણમાં પરંતુ નિયમિત મગફળીનું સેવન કરવું ઉત્તમ છે. તેમાં ફોલિક એસિડ હોવાના કારણે ગર્ભાવસ્થામાં શિશુના વિકાસમાં મગફળીનું સેવન મદદરૂપ બને છે. 

4.. મગફળીમાં જરૂરી પ્રમાણમાં ફાઈબર હોવાના કારણે પાચન શક્તિ વધારે છે. મગફળીનો નિયમિત ઉપયોગ કરવો જોઇએ ખાસ કરીને જે લોકોને કબજિયાતની તકલીફ હોય તે લોકોએ રોજે સો ગ્રામ જેટલી મગફળી ખાવી જોઈએ તેનાથી માત્ર એક જ અઠવાડિયામાં તેમનું પાચનતંત્ર વ્યવસ્થિત થઈ જશે અને તકલીફ દૂર થશે. સાથે જ મગફળી ગેસ અને એસીડીટી ની તકલીફ માં પણ રાહત આપે છે.

5.. જેઓ વધારે સ્ટ્રેસમાં રહેતા હોય તેઓએ પણ મગફળીનું સેવન કરવો જોઈએ મગફળીમાં ટેસ્ટોફેન નું પ્રમાણ હોવાના કારણે તે માનસિક સ્થિતિ પર વધારે લાભ કરે છે અને મૂડ સારું બનાવે છે. જે લોકો વધારે સ્ટ્રેસમાં રહેતા હોય તેઓએ ખારી સિંગ ખાવી જોઈએ તેનાથી ફાયદો થાય છે. 

6.. મગફળી હૃદયની બીમારીવાળા લોકો માટે પણ અતિ ગુણકારક છે. એક રિસર્ચ દરમિયાન વૈજ્ઞાનિકો દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જે લોકો અઠવાડિયામાં પાંચ દિવસ મગફળીના દાણા નિયમિત પણે ખાય છે તેઓને હૃદયરોગની બીમારી માં 30% ભય ઓછો થઈ જાય છે. અને લાંબાગાળાના સેવનથી હાર્ટની તકલીફ માંથી પણ છુટકારો મળે છે.

7.. યુવાન લોકો માટે પણ મગફળીનું સેવન કરવું અતિ ઉત્તમ માનવામાં આવે છે. મગફળીનું સેવન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. મગફળી સ્કિન માટે ખૂબ જ ગુણકારી છે મગફળી માં ઓમેગા-૬ ફેટ પણ ભરપૂર માત્રામાં હોય છે જેથી તે સ્વાસ્થ્ય કોશિકાઓ અને ઉત્તમ અને ત્વચા માટે ગુણકારી છે. મગફળી માં રહેલા ઓઈલને કારણે નિયમિત ઉપયોગથી ત્વચા મુલાયમ રહે છે. 

8.. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ મગફળીના નિયમિત ઉપયોગ થયો ઉંમરની અસર ઓછી થાય છે. પ્રોટીન વસા ફાઇબર ખનીજ વિટામીન અને એન્ટી ઓક્સિડેન્ટ નો પુષ્કળ પ્રમાણમાં સ્ત્રોત મગફળીમાં મળી આવે છે. જેથી તે શરીરનાં અલગ-અલગ અંગો માં ફાયદો તો કરે જ છે, સાથે સાથે મગફળીના ઉપયોગથી સ્કીન કાયમ માટે યુવાન જેવી જ દેખાય છે. 

9.. મગફળીમાં બિર્ટ-કેરોટીન ખૂબ જ વધારે પ્રમાણમાં મળી આવે છે. જેથી તે આંખો માટે ખૂબ જ લાભકારી છે. મગફળી ના ઉપયોગથી આંખોને તો ફાયદો થાય છે સાથે સાથે આંખો નીચે રહેલા ડાર્ક સર્કલ પણ ઓછા થાય છે. મગફળીમાં વિટામિન હોવાના કારણે તે આંખની આસપાસની પ્રજાને તો તંદુરસ્ત રાખે છે, સાથે સાથે આંખોની જોવાની ક્ષમતામાં પણ વધારો કરે છે. 

10.. મગફળી નાના બાળકો માટે પણ ઉત્તમ છે. મગફળીને પ્રોટીનનો ખૂબ સારો એવો સ્ત્રોત મનાય છે. સો ગ્રામ મગફળી એક લીટર દૂધ સમાન પ્રોટીન પૂરું પાડે છે અને ફળોથી આઠ ગણું વધારે હોય છે જેથી બાળકો માટે મગફળી પ્રોટીનનું ઉત્તમ સ્ત્રોત છે.

11..મગફળીમાં વિટામિન સી ની માત્રા પણ વધારે હોય છે જેથી તે મગજને સક્રિય રાખવામાં મદદરૂપ થાય છે અને યાદશક્તિ પણ સારી બનાવે છે. વિદ્યાર્થીઓ માટે નિયમિત રૂપે મગફળીનું સેવન ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. 


12.. મગફળીમાં એન્ટિઓક્સિડન્ટ્સ ખૂબ જ વધારે માત્રામાં હોય છે જેથી તે શરીરને રોગ પ્રતિકારક શક્તિ થી ભરપૂર કરી દે છે અને રોગો સામે લડવામાં મદદરૂપ બને છે સાથે સાથે મગફળીના દાણા એનર્જી નું મોટું સ્ત્રોત માનવામાં આવે છે જો આપ કોઈ વ્રત દરમિયાન ફળાહાર માં મગફળીનું સેવન કરો તો આપની એનર્જી જળવાઈ રહે છે.


13..મગફળીમાં ગુડફેટ્સ હોય જ છે. વજન ઘટાડવામાં મદદ કરે છે. અને શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા સંતુલિત રાખે છે. આ કારણે વજન પર નિયંત્રણ રાખવા માટે માખણ ની જગ્યાએ પીનટ બટર નું સેવન કરવું હિતાવહ છે.


14.. મગફળી હિમોગ્લોબીન વધારવામાં અને શરીરમાં લોહીની માત્ર વધારવામાં મદદરૂપ થાય છે. રોજે સવારે પાણીમાં પલાળેલી મગફળી તથા ગોળનું સેવન શરીરમાં લોહી બનાવવા માટે ઉત્તમ માનવામાં આવે છે જે લોકોને લોહીને લગતી બીમારીઓ હોય તેઓએ અચૂક પણે આપ ઉપાય કરવો જોઈએ.

15.. મગફળીનું સેવન કાજુ બદામના સેવનથી 10 ગણું વધારે ફાયદાકારક છે જેથી યોગ્ય પ્રમાણમાં મગફળી ખાવામાં આવે તો તે શરીરમાં શક્તિ વધારે છે.

નોંધ : મગફળી સ્વાસ્થ્ય માટે લાભકારક તો છે જ પણ એક વાતનું ધ્યાન રાખવું કે વધુ પ્રમાણમાં મગફળીનું સેવન ન કરવું કારણ કે તેમાં ઉર્જા વધુ હોય છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે.