બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જાણો એવા દેશ વિશે જ્યાં મહિલાઓ અને પુરુષનો છે એક જ પોષાક

ઘણા બધી જગ્યાઓ છે દુનિયામાં જે પોતપોતાની જાત જાતની અને ભાત ભાતની રહેનીકહેણી, રિવાજો અને વિશેષ વાતોથી બીજા કરતા અલગ હોય. તો આજે આપણે આ આર્ટીકલ દ્વારા એવા દેશમાં લટાર મારીશું જ્યાં મહિલાઓ અને પુરુષોનો પોષાક એક જેવો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ત્યાં દરેક જણ એક જ કપડા પહેરે છે. અમુક દેશ પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રસિદ્ધ છે જ્યાદુનિયાનોરે અન્ય દુનિયા માટે પોતાની સંસ્કૃતિ અને જીવનશૈલી માટે જાણીતા છે અને અમે જે દેશનો ઉલ્લેખ કરી રહ્યા છે તે પોતાના પોષાક માટે બાકીના દેશોથી અલગ છે.


આફ્રિકાની પૂર્વમાં વસેલ દેશ મેડાગાસ્કર વિશે તો તમે ક્યારેકને ક્યારેક સાંભળ્યુ હશે. આ દેશનુ આખુ નામ રિપબ્લિક ઑફ મેડાગાસ્કર છે. આ આફ્રિકાના તટ સાથે હિંદ મહાસાગરમાં એક દ્વીપ રાષ્ટ્ર છે. મેડાગાસ્કર માત્ર પોતાના પહેરવેષ માટે જ નહિ પંરતુ એવી ઘણી બીજી વિશેષતાઓવાળો દેશ છે. આ દેશ દુનિયાનો ચોથો સૌથી મોટો દ્વીપ છે. મેડાગાસ્કરની માટી લાલ હોવાના કારણે તેને લાલ દ્વીપ નામથી ઓળખવામાં આવે છે. મેડાગાસ્કર પોતાની અનોખી વિશેષતાઓ માટે પર્યટકોમાં પણ ઘણુ લોકપ્રિય છે પરંતુ કોરોના વાયરસના કારણે આ વર્ષે અહીં વધુ ટુરિસ્ટ નથી ગયા. મેડાગાસ્કર વિશે ઘણી રસપ્રદ વાતો છે જેમાંથી સૌથી વધુ ખાસ અહીંનો પોષાક છે. અહીં દરેક જણ એકસમાન કપડા પહેરે છે પછી ભલે તે મહિલા હોય કે પુરુષ, બાળક હોય કે વૃદ્ધ. બધા લોકોના કપડા એક જેવા જ જોવા મળે છે.


મેડાગાસ્કરના લોકો દ્વારા પહેરાતા પોષાકને સ્થાનિક ભાષામાં લાંબા કહેવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં લગ્નોમાં તો લોકો લામ્બા પોષાક પહેરે જ છે, લામ્બાનો ઉપયોગ મૃતકો માટે કફન તરીકે પણ કરવામાં આવે છે. મેડાગાસ્કર સ્વાભાવિક રીતે ખૂબ સમૃદ્ધ દેશ છે પરંતુ એક જેવા કપડા પહેરવાના કારણે અહીંની સંસ્કૃતિ છે.

  મેડાગાસ્કર વિશે એક ફેક્ટ એ પણ છે કે સેંકડો વર્ષો પહેલા મેડાગાસ્કર આફ્રિકાથી અલગ થઈ ગયુ હતુ આ જ કારણ છે કે અહીં જોવા મળતાં છોડ અને જીવજતુ બીજે ક્યાંય જોવા નથી મળતા. મેડાગાસ્કરનુ આખુ નામ માલાગાસી છે. આ દ્વીપ પર રહેતા લોકો તેને આ નામથી જ જાણે છે. આ ઉપરાંત અહીં એક ચમકદાર ગરોળી પણ જોવા મળે છે જે દુનિયામાં બીજે ક્યાંય નથી જોવા મળતી તેની કિંમત પણ કરોડોમાં છે.