બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

જાણો વઢવાણ શહેર વોર્ડ નં 13 ના યુવા નેતા અને ભારતિય જનતા પાર્ટીનાં ઉમેદવાર હિતેશ્વરસિંહ મોરી વિશે.

વઢવાણ એક ઐતિહાસિક શહેર છે, વઢવાણ ધરા પોતાનામાં ખૂબજ ઉજળો ઈતિહાસ ધરબીને બેઠી છે. આ ધરાએ આપણને ઘણા ઉજળા અને નામાંકિત ચહેરાઓ આપ્યા છે, તે રીતેજ  એક નવો ચહેરો આ વખતે આપણને આ ચુંટણીમાં જોવા મળ્યો છે, જી હાં  હું વાત કરી રહ્યો છું આપણી વચ્ચેનાં, આપણા પોતાનાં હિતેશ્વરસિંહ મોરી વિશે જે પ્રોફેશન થી ગુજરાત હાઈકોર્ટ ના લોયર છે.



હિતેશ્વરસિંહ મોરી. ખૂબ નાની ઉમરમાં વઢવાણ શહેરનું એક એવું વ્યક્તિત્વ છે કે જેમના પ્રત્યે વડિલોને માન, યુવાઓને જોશ અને નાનકડા ભુલકાઓનું વ્હાલ આપો આપ આવે, બાળપણથીજ નેતૃત્વ જેમને ગળથુથીમાં મળ્યું છે એવા હિતેશ્વર મોરી વઢવાણ અને સુરેન્દ્રનગરમાં અખીલ ભારતિય વિદ્યાર્થી પરિષદના કર્મનિષ્ઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તા રહી ચુક્યા છે. આ સિવાય પણ આ બન્ને શહેરોની સામાન્ય જનતામા તેઓ સામાજીક કાર્યકર્તા તરીકે આગવું સ્થાન પણ ધરાવે છે. આપણે સૌએ હિતેશ્વરસિંહ મોરીને અસત્યને પડકાર આપીને ન્યાય માટે લડતા જોયાજ હશે, તેઓએ વિદ્યાર્થીઓ માટે હંમેશા કશુંક કરી છુટવા માટે તૈયાર રહ્યા છે.




આ સિયાવ પણ આપણી ભોમકાનાં આપણા હિતેશ્વરસિંહ પર્યાવરણ પ્રેમી છે, જે વાઈલ્ડ લાઈફ કનઝર્વેશન વોલેન્ટયર તરિકે દેશ વિદેશમાં વિખ્યાત છે. એવું વ્યક્તિત્વ જેમને પર્યાવરણ તથા અબોલ જીવો પ્રત્યે પ્રેમ હોય તે નગર સેવક તરીખે આપણી વચ્ચે ખડેપગે રહેવા તત્પર હોય, જે આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે.




જે પ્રમાણે હિતેશ્વરસિંહનો વિદ્યાર્થીઓ તથા પર્યાવરણ પ્રત્યે નો પ્રેમ કચકડા જેવા સાફ છે તેવીજ રીતે તેમનું સામાજીક જીવન પણ કાંચ જેવું પારદર્શી અને ઉજળું છે.




રાષ્ટ્ર ભક્તિથી છલોછલ અને ક્રાંતિકારી વિચારો ધરાવતા હિતેશ્વરસિંહ મોરીની કર્મનિષ્ઠા અને જનતા માટે સેવા કરવાનાં ઉમળકાને જોઈ ભારતીય જનતા પાર્ટીએ તેમના પર ભરોસો મુકી આપણા વચ્ચે આપણી સેવા કરવાનો મોકો આપ્યો છે જે આપણા માટે ખુબ ગર્વ ની વાત છે.




જે યુવાન આપણી વચ્ચેજ રહીને મોટો થયો છે, આપણી ગલી- શેરીઓમાં રમીને જેનું બાળપણ વિત્યું છે, આપણી શાળા કોલેજોમા જે ભણ્યો છે અને આપણી પાયાની જરુરીયાતને જે ખૂબ સારી રીતે સમજી શકે છે તેવા  હિતેશ્વરસિંહ મોરી પોતાની જનતા માટે, આપણા માટે કંઈક કરી છુટવાની તમન્ના સાથે આજે આપણી વચ્ચે ઉભા છે, આપણા પ્રશ્નો ને આપણોજ વ્યક્તિ વાચા આપે એાથી વધુ રુડું શું હોઈ શકે? 




આજ દીન સુધી આપણી પાણી, ગટર, રસ્તાઓ જેવી પ્રાથમિક સમસ્યાઓને તેમણે રાજકારણમાં ન હોવા છતા વાચા આપી છે, અને હવે તેઓ સ્વયં આપણો નેજો લઈ આપણી સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું બીડુ ઉઠાવી રહ્યા છે.




આપણા પ્રશ્નો, આપણી તકલીફો આપણા ઘરે બેઠા દુર થાય એનાથી વીશેષ  આપણને શું જોઈએ?

આપણા વિસ્તારનાં છેવાડાનાં માનવીનો અવાજ બનવાની, આપણા વિસ્તારની કાયા પલટ કરવાના વિઝનને લઈને, હૃદયમાં રાષ્ટ્રવાદ અને સેવા ભાવ લઈને આજે આપણા વચ્ચેનાજ  યુવા નેતા હિતેશ્વરસિંહ મોરી ભાજપા ના ઉમેદવાર બની આપણી વચ્ચે આવી રહ્યા છે, તો આપણી પણ ફરજ છે કે તેઓને જંગી મતોથી જીતાડીને એમના આપણા માટે તૈયાર કરેલા વિકાસરથને આગળ ધપાવિએ, અને વઢવાણ-સુરેન્દ્રનગરને એક નવા ચહેરા સાથે વિકાસની નવી દીશા તરફ લઈ જઈએ..




સુરેન્દ્રનગર-વઢવાણની જનતા ભારતીય જનતા પાર્ટીની પણ આભારી છે કે જેમણે હિતેશ્વરસિંહ મોરી જેવા કર્મનિષ્ઠ સેવાભાવી યુવાનને આપણા ઉમેદવાર તરીકે પસંદ કર્યા.




હવે આપણી ફરજચુક ન થાય તેની જવાબદારી આપણી છે..

વંદે ગુજરાત
વંદે માતરમ