બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

તમારા ઘરમા રહેલું હાથવગુ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક ટોનીક : ખજુર જાણો ખજુરનાં અલગ અલગ ઉત્તમ ઉપયોગ,

નમસ્કાર વાંચક મિત્રો હું છું જયેષ્ઠિકા, અવારનવાર હું આપને આપના રસોડામાં જ રહેલી અનેક એવી ઉપયોગી વસ્તુઓ ની જાણકારી આપતી રહું છું. જેમાં આજે આપણે વાત કરવાની એક હાથવગા અરબી ફળની. જી હા આજે આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ ખજૂરની.જોકે ખજૂર આપણા ભારતમાં વધું પાકતું ફળ નથી, મોટાભાગે ખજૂરને વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. આ અરબ દેશ નું ફળ છે. આજે આપણે જાણવાના છે ખજુરના એવા અનેક ઉપાયો જેનાથી આપનું સ્વાસ્થ્ય રહેશે એકદમ ફીટ, તો ચાલો તૈયાર થઈ જાવ હાથ વગા પૌષ્ટિક ટોનીક ખજુરી વીશે અવનવી હેલ્ધી ટીપ્સ જાણવા માટે.



નોંધ:- ખજૂરનું સેવન કરતાં પહેલાં પાણીથી સાફ કરવું ખૂબ જ વધારે જરૂરી છે. 

1.ખજૂર પૌષ્ટિક હોય છે અને શરદીનો ખૂબ સારો ઇલાજ છે. સામાન્ય રીતે જે લોકોને વર્ષમાં અનેક વાર શરદી થતી હોય તે લોકોએ નિયમિત રૂપે ખજૂર ના પાંચ સાત નંગ ખાવા જોઈએ, તેનાથી ઠંડી તાસીર વાળા લોકોને ખૂબ જ ફાયદો થાય છે. જેમને કફ ની બીમારી હોય છે તેઓએ 15 થી 20 ખજૂરને ઠળીયા કાઢીને તેને દૂધની સાથે થોડી વાર ઉકાળવું જોઇએ અને ત્યાર પછી જ્યારે એ દૂધ ઘટ્ટ થઈ જાય ત્યારે તેનું સેવન કરવું જોઈએ. આવું કરવાથી કફની સમસ્યામાં રાહત મળે છે. પુરુષો માટે ખજૂર અત્યંત ગુણકારી અને પૌષ્ટિક પદાર્થ છે. 


2.જેઓને prostate gland ની સમસ્યા છે, કે મૂત્ર સંબંધિત કોઇ બીમારી છે, કે પછી કિડનીને લગતી કોઇ બીમારી છે અથવા તો સંભાવના છે તો તેઓએ ચારથી પાંચ ખજૂર ચાવીને ખાવા જોઈએ. જોકે હવે ઉનાળાની મોસમ ચાલુ થવાની છે તો ખજૂર રાતના સમયે ખાવા ગુણકારી છે. અથવા તો આપ ખજૂરને રાત્રે ઠળીયા કાઢીને પાણીમાં પલાળીને સવારે સેવન કરો તો ખૂબ લાભકારી હોય છે.શિયાળામાં ખજૂરને દૂધમાં પકવીને તથા ઉનાળામાં ખજૂર ને પાણીમાં પલાળીને ખાવાથી તેની ઉષ્ણતા ઓછી થાય છે અને કિડની તથા પ્રોસ્ટેટ જેવી સમસ્યાઓ માટે લાભકારી છે.

3. ખજૂરનું ફળ સૌંદર્ય વૃદ્ધિ માટે પણ ખૂબજ લાભકારી છે.જેઓને ચહેરાની કોઈ સમસ્યા છે, જેમકે ચહેરા પર કરચલી હોય કે ડ્રાય સ્કિન હોય અથવા તો ફોલ્લીઓ હોય ખજૂર તેની માટે અકસીર ઈલાજ તરીકે પણ કામ કરે છે. કાચા ખજૂરનું ફળ વૃદ્ધિ માટે પણ ખૂબ જ લાભકારી ફળ છે.કાચા ખજૂર ને દૂધ સાથે લસોટીને ચહેરા પર ઘસવાથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે. પાકા ખજૂરની પેસ્ટ બનાવી ચહેરા પર ફેસ પેક જેમ પણ લગાવી શકાય તેનાથી ચહેરો ચમકીલો અને મુલાયમ બને છે. ચહેરાની કાંતિ વધે છે.


4..આજે આપણે જાણીશું ખજૂર થી થતાં પુષ્ટિવર્ધક ફાયદાઓ. ખજૂર આમ તો બારેમાસ ખાવામાં આવતો હોય છે. નિયમિત રૂપથી ખજૂર ખાવાથી શરીરમાં લોહીનો સંચાર થાય છે અને નવું લોહી બને છે. જે લોકો નિયમિત રૂપથી પાંચ નંગ ખજૂર ખાય છે તેઓના શરીરમાં તાકાત જળવાઈ રહે છે. જો તમારું શરીર નબળું છે અને વજન પણ ઓછો છે તો ખજૂરનું સેવન અવશ્ય કરવું જોઈએ. ખજૂર ને દૂધ સાથે કે એમનેમ ખાવામાં આવે તો અવશ્ય શરીર નો વજન વધે છે અને સ્નાયુઓ પણ મજબૂત બને છે. અને હા શક્તિ વધારવા માટે ખજૂર અને તલના લાડુ સરળ અને સ્વાદિષ્ટ ઉપાય છે.


5.. જેઓને આંખોની કોઈ પરેશાની હોય તેના માટે પણ ખજૂર લાભકારી છે. જેમકે આંખોમાં દર્દ હોવું આંખોમાં લાલાશ આવી કે આંખો નીચે ડાર્ક સર્કલ થઈ જવા. તેઓએ ખજૂર તથા ગુલાબની પાંદડીઓ ની પેસ્ટ બનાવીને આંખમાં ના જાય એ રીતે આંખના આજુબાજુના ભાગમાં લગાવવાથી ફાયદો થાય છે. અને આંખને સંબંધિત સમસ્યાઓ માંથી રાહત મળે છે.

6.. નાના બાળકની માતાએ પણ ખજૂરનું સેવન ખૂબ જ લાભકારી છે. માતાઓના ખજૂરના સેવન કરવાથી બાળક માં શક્તિ આવે છે અને તેના સ્નાયુઓ વધારે મજબૂત બને છે. એક વર્ષના બાળકને ખજૂર ઘણો ફાયદાકારક છે નાના બાળકને ખજૂરના બીજ કાઢીને તેને દૂધમાં ઉકાળીને તેની અંદર બદામ તથા કાજુ નાખીને તેનું જ્યુસ બનાવીને પીવડાવવું જોઈએ. એક કપ જેટલું આજે જો આપ નિયમિત રૂપે બાળકને પીવડાવો છો તો એ બાળકનો વિકાસ જલ્દીથી થશે અને પુષ્ટિવર્ધક પણ છે. જેથી બાળકના સ્નાયુઓ થી લઈને હાડકાઓ તથા તેની ચામડી ને પણ ઘણો ફાયદો છે.

7.. ખજૂરનું ફળ કબજિયાતવાળા લોકો માટે અને જેઓને પેટની સમસ્યા છે તેવા લોકો માટે ખૂબ જ ગુણકારી છે. ખજૂર રેચક ફળ માનવામાં આવે છે જેથી ખજૂર ને તમારા રોજિંદા જીવનમાં તમે ખાઈ શકો છો. તેની કોઈ આડઅસર નથી. પરંતુ હા વધારે ખજૂર ખાવો નુકસાનકારક છે. જેથી પેટની સમસ્યા વાળા લોકોને માત્ર 10 થી 15 જ ખજૂરના નંગ ખાવા જોઈએ. ખજૂર આંતરડાઓ માટે ખૂબ જ લાભકારી ફળ છે. 

8.. જે લોકોને અસ્થમા ની સમસ્યા રહે છે અથવા તો શ્વાસની તકલીફ છે તેવા લોકોએ ખજૂરના નિયમિત રૂપથી ઉપયોગ કરવો હિતાવહ છે. ખજૂર ખાવાથી અસ્થમા તથા ખેંચ આવવી જેવી સમસ્યાઓની સંભાવનાઓ મહદંશે ઘટી જાય છે. 

તો ખજૂરના ઘણા ઉપયોગો છે જ આપણી બીમારી દૂર કરી શરીરને એકદમ સ્વસ્થ બનાવે છે. તો ખજૂરનું આપ સેવન કરો તે બહુ જ ગુણકારી અને પૌષ્ટિક હોય છે.જો તમે વિભિન્ન રોગોથી ગ્રસિત છો તો ખજૂરના ઉપયોગથી એલો રોગોનું શમન કરી શકો છો. ખજૂર શારીરિક ક્ષમતામાં વધારો કરે છે. જો તમને બજારમાં તાજા ખજૂર મળી જાય તો નિશ્ચિત રૂપથી તેનું સેવન કરવું ખૂબ જ ગુણકારી છે.


ફરી મળીએ આવી જ એક ઘરગથ્થુ પરંતુ ખૂબ જ લાભકારી હેલ્થ ટિપ્સ સાથે ત્યાં સુધી આવજો અને આવી અનેક tips જાણવા માટે મને ફોલો કરો 25 કલાક સાઇટ પર નમસ્કાર