જાણો તુલસીના ફાયદા, ઘરની નકારાત્મક ઊર્જા દૂર કરે છે!
મિત્રો આજે આપણે તુલસીના ફાયદા અને તેના મહત્ત્વ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તુલસી એ ભગવાન દ્વારા પૃથ્વી પર મોકલવામાં આવેલ વરદાન છે. તુલસી તેના ઔષધીય ગુણોને કારણે જ નહીં, પરંતુ તેના ધાર્મિક મહત્ત્વને કારણે પણ ખૂબ જ ફાયદાકારક છે. ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે. તુલસી ખરાબ નજર અને નકારાત્મક શક્તિને ઘરમાં પ્રવેશતાં અટકાવે છે.
તુલસીના પાંચ પ્રકાર છે:
1. રામ તુલસી
2. સફેદ તુલસી
3. શ્યામા તુલસી
4. વન તુલસી
5. લીંબુ તુલસી
તુલસીના પાંચેય પ્રકારના રસને દવામાં વાપરવામાં આવે છે, જેના અનેક ફાયદા છે. તુલસીમાં થાયમોલ નામનો પદાર્થ હોય છે, જે ત્વચા માટે ખૂબ જ સારો છે. તુલસીનાં પાન ખીલ પર લગાવાથી ખૂબ જ ઝડપથી રૂઝ આવે છે. પાંદડાંને પીસીને તેમાં લીંબુનો રસ ઉમેરીને ચહેરા પર લગાવવાથી ચહેરો ચમકદાર બને છે. તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી માથાનો દુખાવો કે માનસિક તણાવ દૂર થાય છે.
તુલસીનાં પાન, કાળું મીઠું અને આદુને પાણીમાં ઉકાળીને પીવાથી શરદી, ઊધરસ અને તાવમાં આરામ મળે છે. તુલસીનાં પાનની અસરથી માસિક ધર્મ સમયસર થાય છે. વજન ઘટાડવા માટે તુલસીનાં પાન પીસી દહીં સાથે ખાઓ, હેડકી બંધ કરવા માટે તુલસીનાં પાન લો. તુલસીનાં કૂમળાં પાનને નિયમિત રીતે ચાવવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.
કાનના રોગોમાં તુલસીના ફાયદાઃ
તુલસીના રસમાં કપૂર ભેળવીને થોડું ગરમ કરીને કાનમાં નાખવાથી કાનના રોગમાં આરામ મળે છે. તુલસીનો રસ સવારે નરણા કોઠે પીવાથી પેટમાં રહેલા કીટાણુ પણ મરી જશે અને ગેસ જેવી સમસ્યા પણ નહીં થાય.
બાળકો જો તુલસીનાં પાન સાથે માખણ મિક્સ કરીને ખાય તો યાદશક્તિમાં વધારો થાય છે. તમે તેને મધ સાથે પણ ખાઈ શકો છો. ગરમીથી બચવા તુલસીનાં પાનનું સેવન કર્યા પછી જ બહાર નીકળો, તમને ગરમી નહીં લાગે અને ચક્કર પણ નહીં આવે. તુલસીનાં પાનના નિયમિત સેવનથી કિડની સંબંધિત બીમારી મટવાની સાથે પથરી પણ તૂટીને આપોઆપ બહાર આવી જશે. નાળિયેરના તેલમાં તુલસીનો પાવડર મિક્સ કરીને લગાવવાથી વાળમાંથી ખોડો પણ દૂર થાય છે.