બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

”વિશ્વ દ્રષ્ટિ દિવસ” જાણો આંખને સાચવાના ઉપાયો...

ઓક્ટોબર મહિનાના બીજા ગુરુવારને “ વિશ્વ દ્રષ્ટિ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. સરકારી હોસ્પિટલમાં દ્રષ્ટિખામી સંબંધિત ઘણાં દર્દીઓ આવે છે તેમાં માસૂમ બાળકો પણ દ્રષ્ટિખામીને લીધે નબળી આંખ સાથે આવે છે. તેમાંથી કેટલાક બાળકોએ તેમની આંખનું યોગ્ય સમયે યોગ્ય સારવાર ન કરવાને લીધે દ્રષ્ટિ મેળવવાની ક્ષમતા ગુમાવી દીધી હોય છે આવા નાના માસૂમ બાળકોમાં દ્રષ્ટિખામીના ઘણા કારણો હોય છે. જેમાંથી હજુ પણ કેટલાકમાં સારવાર શક્ય નથી. પણ જેમાં યોગ્ય સમયે યોગ્ય નિદાન અને યોગ્ય સારવાર કરવાથી આપના માસૂમ બાળકની દ્રષ્ટિ પાછી મેળવી શકાય.

દ્રષ્ટિખામીના લક્ષણો જો બાળકમાં હોય તો તેના ચશ્માંના નંબર માટે તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ. જો યોગ્ય ચશ્માં લાંબા ગાળા સુધી પહેરવામાં ના આવે તો આંખ કાયમી રીતે નબળી પડવાની પૂરી શક્યતાઓ રહેલી છે. અને આ આંખ નબળી પડવાનું મુખ્ય કારણ પણ છે. કોઈની સાથે વાત કરતી વખતે અથવા ફોટામાં જો એક આંખ ત્રાસી થતી હોય તો આવા બાળકોમાં યોગ્ય ચશ્માં અને આંખની કસરતથી ત્રાસી આંખને પાછી નોર્મલ બનાવી શકાય છે. 

કેટલાક બાળકોમાં જન્મજાત કે તાવ આવ્યા બાદથી આંખો ત્રાસી થઈ જાય છે. તો આવા બાળકોમાં ઓપરેશન /ચશ્માં / આંખોની કસરત કરાવવાથી ત્રાસી આંખને પાછી નોર્મલ બનાવી શકાય છે. જો આમ કરવામાં બેકાળજી રાખવામાં આવે તો ત્રાસી આંખ કાયમી રીતે નબળી પડવાની સંભાવના રહે છે. જન્મજાત મોતિયાના કિસ્સાઓમાં જન્મેલા કે નાના બાળકોમાં આંખમાં વચ્ચે સફેદ ડાઘા જેવું દેખાય જેના માટે તુરંત ઓપરેશન અને પછી ચશ્માની યોગ્ય સારવાર જરૂરથી કરાવવી. બાળકને આંખનું ઇન્ફેકશન કે ઈજા થયા બાદ કેટલાક કિસ્સાઓમાં કીકી પર ડાઘ રહી જાય છે અને તેનાથી પણ આંખ નબળી પડવાની પૂરી શક્યતા રહેલી છે. તો આવામાં નેત્રસર્જનની સલાહ મુજબ સંપૂર્ણ સારવાર કરાવવી જોઇએ. 

નવજાત શિશુના રસીકરણ પ્રોગ્રામ અંતર્ગત ૩ વખત વીટામીન A નો ભાગ આપવામાં આવે છે. આને લેવાથી વીટામીન Aની ઉણપ આવવાનાની શક્યતા રહેતી નથી. જે અન્વયે જીલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ અથવા તાલુકા કક્ષાની હોસ્પિટલમાં નેત્રસર્જન અથવા ઓપ્થેલ્મિક આસીસ્ટન્ટ કાર્યરત હોય છે. આથી તેમની કક્ષાએથી જ ઘણા કિસ્સાઓમાં સારવારો કરાવી શકાશે બાળકો નાના હોય નાસમજ હોવાને લીધે દ્રષ્ટિની તકલીફ વર્ણવી શકતા નથી. આથી ઉપરના પૈકી કોઈ પણ પ્રકારના સંજોગોમાં બાળકોની તાત્કાલિક આંખની તપાસ કરાવવી જોઈએ. નહિતર નિયમિતપણે પણ દર ૬ મહિને આંખની તપાસ કરાવતા રહેવું જોઈએ. 

કેટલીક વખત બાળક ચશ્માં કે ઓપરેશન માટે ના પડે અને જીદ કરે તોપણ માતાપિતા તરીકે આપે એની ઉજ્જવળ દ્રષ્ટિ માટે સારવારના જરૂરી પગલા લેવા જોઈએ. કેટલીક વખત અગમ્ય કારણોસર કેટલાક માતા-પિતા સારવાર કરવી શકતા નથી, તો આવા સંજોગોમાં તેમના ગામના / સમાજના આગેવાનોએ અવરોધરૂપ પરિબળો દૂર કરી આવા બાળકોની સારવાર ચોક્કસપણે થાય તેનું ધ્યાને લેવું જોઈએ.તેમ વધુમાં જણાવાયુ છે.

આવો જાણીએ કેટલાંક એવા ઘરેલું નુસખાં વિષે જેની મદદથી તમારી આંખોની સુંદરતા જાળવી શકશો.
 
બટાકા - બટાકા આંખો માટે ઘણાં સારા છે. બટાકાના બે નાના ટૂકડાં કરી આંખ પર 10-15 મિનિટ સુધી રાખો. તેનાથી આંખોને બહુ આરામ મળે છે અને આંખોનો થાક દૂર થાય છે.
 
કાકડી - કાકડી ખાવામાં જેટલી પૌષ્ટિક હોય છે આંખો માટે પણ એટલી જ કારગર છે. કાકડીના બે નાના ટૂકડાં આંખો પર 10-15 મિનિટ માટે મૂકી રાખો. આનાથી આંખો સ્વસ્થ રહેશે.
 
લીલા શાકભાજી અને ફળો - વિટામિન-એયુક્ત શાકભાજી અને ફળો આંખો માટે બહુ ફાયદાકારક છે. આનાથી તમારી આંખોની રોશની વધે છે. ટામેટા, પાલક, દૂધ અને દૂધમાંથી બનેલી વસ્તુઓ આંખો માટે બહુ જરૂરી છે.
 
ગુલાબની પાંખડીઓ - ગુલાબની 9-10 પાંખડીઓને શેતૂરના પાંદડા સાથે એક ગ્લાસ પાણીમાં નાંખી થોડા કલાક માટે મૂકી રાખો. ત્યારપછી આ પાણીથી આંખો ધોઇ લો. તેનાથી આંખોનો થાક દૂર થશે.

ઠંડા પાણીથી આંખો ધુઓ - તમારી આંખોને શુષ્ક પડવા દેશો. શુષ્ક આંખોમાં અનેક પ્રકારની પરેશાનીઓ થાય છે. માટે તમારી આંખોને થોડી-થોડીવારે ઠંડા પાણીથી ધોતા રહો.

ગાજરનો જ્યુસ - ગાજરનો જ્યુસ આંખોની રોશની માટે ઘણો સારો હોય છે. માટે રોજ એક ગ્લાસ ગાજરનો જ્યુસ પીઓ.

પૂરતી ઊંઘ - આ ઉપરાંત સમયસર ઊંઘવાનું રાખો અને તમારી ઊંઘ પૂરી થાય તે પણ બહુ જરૂરી છે.

ગુલાબજળ - આંખોનો થાક દૂર કરવા માટે તમારી આંખોમાં તમે ગુલાબજળ પણ નાંખી શકો છો પણ ગુલાબજળ નાંખતા પહેલા ચકાસી લો કે તે સારી ગુણત્તાનું છે કે નહીં.

ટી બેગ - પ્રયોગમાં લેવામાં આવેલી ટી બેગ આંખો પર મૂકવાથી આંખોના સોજામાં આરામ મળે છે. સાથે આંખોનો થાક પણ દૂર થાય છે.
 
ત્રિફળા - ત્રિફળાને પાણીમાં પલાળી તે પાણીથી આંખો ધોવાથી આંખોની રોશની વધે છે.
 
પગના તળિયામાં તેલ માલિશ - જો તમે આંખોની કોઇ સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છો તો પગના તળિયામાં તેલ માલિશ કરો. આનાથી આંખોની સમસ્યા દૂર થશે.

માહિતી સ્ત્રોત - ગુજરાત માહિતી વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર