બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ઘરના ગેરેજમાંથી નેચરલ મસાલા બનાવી ઓનલાઈન વેચ્યા, લાખોમાં ટર્નઓવર

બેંગ્લુરુમાં રહેતી સ્નેહા સિરિવરાએ કમ્પ્યુટર સાયન્સમાંથી એન્જિનિયરિંગ કર્યું છે. એક આઈટી કંપનીમાં તેને જોબ પણ મળી હતી. સારીએવી સેલેરી હતી, જોકે તેનું મન નોકરી કરવામાં લાગતું ન હતું. તે પોતાનો બિઝનેસ શરૂ કરવા માગતી હતી. એક વર્ષ પછી તેણે નોકરી છોડી દીધી અને પોતાના ઘરેથી જ સાઉથ ઈન્ડિયન મસાલાનો બિઝનેસ શરૂ કર્યો.


આજે દર મહિને 1 હજારથી વધુ મસાલાઓનાં પેકેટ્સ વેચે છે, ભારતની સાથે સાથે અમેરિકા અને કેનેડામાં પણ પ્રોડક્ટ્સ સપ્લાઈ કરે છે. એનું હાલનું ટર્નઓવર વર્ષે 20 લાખ રૂપિયા જેટલું થાય છે. સ્નેહા કહે છે, મારા કેટલાક સંબંધીઓ બીજાં રાજ્યોમાં રહે છે, તેમની એક સતત ફરિયાદ રહેતી હતી કે તેમને સાઉથ ઈન્ડિયન મસાલા મળતા નથી. ક્યાંક કોઈ સ્ટોર કે દુકાનોમાં કેટલાક મસાલાઓ મળી જાય તો એમાં બરાબર સ્વાદ કે સુગંધ હોતાં નથી


➡️ પ્રોડક્ટ્સ 100 ટકા નેચરલ હોય છે, દરેક વસ્તુઓ ઘરની જ વાપરીએ છીએ, મસાલા માટેનો સામાન પણ ગામમાંથી મગાવીએ છીએ, જેથી ભેળસેળ ન થાય

➡️ સ્નેહાની કંપનીમાં 7 લોકો કામ કરે છે, દર મહિને 1000 પ્રોડક્ટ્સ સેલ થાય છે, તે હાલમાં 50થી વધુ પ્રકારનાં પ્રોડક્ટ્સ બનાવે છે