બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ઘરે જ નેચરલ ફાઉન્ડેશન બનાવો, તજના પાઉડરને આ વસ્તુઓમાં મિક્સ કરીને મિનિટોમાં તૈયાર કરો


સ્કિનને કેમિકલ્સથી બચાવવા માટે ઘરના કિચનમાંથી નેચરલ ફાઉન્ડેશન તૈયાર કરી શકાય છે. અમે તમને જણાવી રહ્યા છીએ, ઘરે જ ફાઉન્ડેન તૈયાર કરવાની 100% નેચરલ રીત. આ રીતથી ફાઉન્ડેશન બનાવતા સમય પણ ઓછો લાગે છે. તેને તમે લાંબા સમય સુધી સ્કિન પર રાખશો તો પણ ઇન્ફેક્શન કે એલર્જીનો ડર રહેતો નથી.



સામગ્રી:
3 મોટા ચમચા કોર્નફ્લોર, અડધી ચમચી કોકો પાઉડર કે રેડ ક્લે અને તાજો વાટેલો તજનો પાઉડર.



આટલું ધ્યાન રાખો:
તજનો પાઉડર સ્કિનને ગોલ્ડન ટચ આપે છે, આથી તે ઓપ્શનલ છે. ડાર્ક સ્કિન હોય તો કોકો પાઉડર વધારે લઇ શકો છો અને સ્કિન લાઈટ હોય તો ઓછા કોકો પાઉડરમાં કામ થઇ કશે. આ વસ્તુઓની સાથે ફાઉન્ડેશનને સ્ટોર કરવા માટે એક પોટની પણ જરૂર પડશે.



બનાવવાની રીત:
પોટમાં કોર્નફ્લોર લો. તેમાં કોકો અને તજનો પાઉડર ઉમેરો. દરેક વસ્તુઓને નાની ચમચીની મદદથી મિક્સ કરી લો. જ્યાં સુધી આ મિશ્રણ મુલાયમ ના થઇ જાય ત્યાં સુધી હલાવતા રહો. તૈયાર છે હોમમેડ ફાઉન્ડેશન.