બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના દિલીપ જોશીની ઇન્કમ સાંભળીને ઉડી જશે તમારા હોશ

દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ ઘણા ટીવી સીરીયલ અને ફિલ્મોમાં જોવા મળ્યા છે પરંતુ લોકપ્રિયતા તેમને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરીયલથી પ્રાપ્ત થઈ હતી. આ શો એક દાયકાથી વધુ સમયથી લોકોની પ્રિય સીરીયલ રહેલ છે. આ સીરીયલ તેની વાર્તા અને રમુજી પાત્રોને કારણે લોકોનું મનોરંજન પૂરું પાડે છે જ્યારે શોનું દરેક પાત્ર દર્શકોના દિલોની નસો નસમાં સમાયેલું છે.

જ્યારે સીરીયલ સૌથી પ્રખ્યાત પાત્રો પૈકી એક જેઠાલાલનુ રહેલ છે જેને દિલીપ જોશીએ પોતાના શાનદાર અભિનયથી પોતાનું બનાવી દીધું છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરીયલથી તેમને ખુબ નામના મળી છે. પરંતુ શું તમે જાણો છો દિલીપે આ શો થી અત્યાર સુધી કેટલ રૂપિયાની કમાણી કરી છે? એક નામની ચેનલ મુજબ જાણવા મળ્યું છે કે, છે કે, દિલીપ જોશી અત્યાર સુધીમાં શોમાંથી 5 મિલિયન ડોલરની કમાણી કરી ચુક્યા છે અંદાજે 37 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી છે. તેમ છતાં તેને લઈને કોઈ સત્તાવર જાણકારી બહાર પાડવામાં આવી નથી.

જ્યારે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક માત્ર એવી સીરીયલ છે જેણે ઘણા કલાકારોની કારકિર્દીને શાનદાર બનાવી છે. જેઠાલાલની ભૂમિકામાં દિલીપ જોશીને પણ ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે. તે તેના કોમિક ટાઇમિંગ માટે જાણીતા છે. તે એક અદભૂત અભિનેતોમાંથી એક છે જે પોતાની કોમેડીથી દર્શકોને હસાવવામાં નિષ્ણાત છે. આ સિવાય તે 'ક્યા બાત હૈ', 'દોર દો પાંચ', 'દલ મેં કાલા', 'કોરા કાગઝ', 'હમ સબ બારાતી', 'સીઆઈડી' જેવા ટીવી સીરીયલમાં જોવા મળ્યા છે. આ સિવાય દિલીપ જોશીએ ફિલ્મોમાં પણ કામ કરેલ છે. તેમને 'મૈને પ્યાર કિયા', 'હમ આપકે હૈ કૌન', 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની', 'ખિલાડી 420', 'ઢૂંડતે રેહ જાઓગે' અને 'વોટ્સ યોર રાશી'  જેવી ફિલ્મોમાં પણ કામ કરેલ છે