લોકડાઉનમાં બહાર ફરવા માટે ડોક્ટર બની ગયો, પછી જે થયું એ હમેશા યાદ રાખશે
કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન છે. લોકોનું ઘરથી નીકળવાનું બંધ છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક લોકો અવનવા કારણો ઉભા કરીને પોતાને સાબિત કરવા રસ્તા પર નીકળી રહ્યા છે. ખબર નોઇડાથી છે. ત્યાં એક શખ્સ ડોકટરનો ડ્રેસ પહેરીને રસ્તા પર ફરી રહ્યો હતો. તેને ઘણીવાર આવતો જતો જોઇને પોલીસને શંકા ગઈ. પછી પોલીસે પુછપરછ કરી અને હકીકત સામે આવી ગઈ.
શું છે આખી ઘટના ?
બુધવારે ૧ એપ્રિલે નોઇડાના સેક્ટર ૩૫ પાસે એક શખ્સ ડોકટરના કપડામાં જોવા મળ્યો. પોલીસકર્મીઓએ તેને ના રોક્યો. કારણકે ડોકટરોની અવરજવર પર મનાઈ નથી. પરંતુ આ દરમિયાન તે ફરતો રહ્યો. તેનાથી પોલીસને શંકા ગઈ. તેણે પોતાનું નામ ડૉ. આશુતોષ જણાવ્યું. પોલીસે થોડીક કડકાઈથી પૂછ્યું તો તેણે કહ્યું કે ઘણા દિવસથી તે ઘરની અંદર હતો. આજે તે ફરવા માટે ડોક્ટરવાળો કોટ અને માસ્ક પહેરીને નિકળી પડ્યો. હકીકત સામે આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી.
લોકડાઉનમાં ઘરેથી બહાર નીકળવા માટે લોકો આ રીતની હરકતો કરી રહ્યા છે. કાશ્મીરમાં પણ એક આવી જ બાબત સામે આવી છે. પૂંછ જિલ્લાના સૂરનકોટમાં કેટલાક લોકો પોલીસને થાપ આપીને નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ લોકો પોતાના સાથીનું ડેથ સર્ટીફીકેટ બતાવીને શખ્સને એમ્બ્યુલન્સમાં લટકાવીને ઘરે લઇ જી રહ્યા હતા. પોલીસે આ ચારેયને ખોટા ડેથ સર્ટીફીકેટ સાથે પકડી લીધા. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.