બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

લોકડાઉનને લઈને ખુબજ મહત્વના સમાચાર, વધુ 2 સપ્તાહ માટે લંબાવવામાં આવ્યું લોકડાઉન

લોકડાઉનને લઇને સૌથી મોટા સમાચાર આવી ગયા છે. દેશમાં 2 અઠવાડિયા માટે લોકડાઉન વધારવામાં આવ્યું છે. લોકડાઉન 3 મેનાં રોજ ખત્મ થઈ રહ્યું હતુ, પરંતુ કોરોનાનાં સંકટને જોતા લોકડાઉન 2 અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. 4 મે બાદ દેશમાં લોકડાઉ 2 અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. આ દરમિયાન રેડઝોનમાં અનેક પ્રકારનાં પ્રતિબંધો હશે.



ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કોરોના વાયરસથી 2.34 લાખથી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે. ભારતમાં કોરોનાનાં અત્યાર સુધી 35,365 કેસ સામે આવ્યા છે જેમાંથી 1152 લોકોનાં મોત થઈ ચુક્યા છે, જ્યારે 9064 લોકો ઠીક થઈ ગયા છે. દેશમાં કોરોનાની વધતી સંખ્યાને ધ્યાને લેતા સરકારે 2 અઠવાડિયા માટે લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે.



સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે અને તેના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે દેશમાં લોકડાઉન લંબાવવાની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા કરવામાં આવી છે.