બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

લોકડાઉન વચ્ચે લોકો માટે રાહતના સમાચાર, ઘરેલું ગેસ સિલીન્ડરની કિંમતમાં આજથી થયો ઘટાડો...

સમગ્ર દેશમાં જયારે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકડાઉન વચ્ચે લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. ગેસ સિલીન્ડરની કિંમતમાં આજથી ઘટાડો કરવામાં આવ્યો છે. ઘરેલું ગેસ સિલીન્ડરની કિંમતમાં આજથી 62 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

સબસીડી વગરના ગેસ સિલીન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સબસીડી વગરના ગેસ સિલીન્ડરની કિંમત 744 રૂપિયા કરવામાં આવી છે. આ પહેલા સબસીડી વગરના ગેસની કિંમત 805 રૂપિયા હતી, જે ઘટાડીને 744 રૂપિયા કરવામાં આવી છે એટલેકે તેમાં 62 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે તેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે લોકડાઉનના સમયગાળા દરમ્યાન ઘરેલું ગેસ સિલીન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે લોકો માટે રાહતના સમાચાર ચોક્કસથી કહી શકાય.