બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

લોકડાઉનમાં ઘરે જ બનાવો...કાઠિયાવાડી "લસણિયા બટાટા"

સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આ સમયગાળામાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ લસણિયા બટાકા

સામગ્રી:
  • ૧ કપ ચણાનો લોટ
  • ૧/૪ ચમચી હળદર
  • ૨ ચમચા તેલ -
  • ૩/૪ ચમચી લાલ મરચું
  • ૧/૨ કપ દહી
  • લસણની ૧૦ કળી [કાપેલી]
  • ૧ ચમચી જીરુ
  • ૨ ચમચી ધાણાજીરુ 
  • ૩૦૦ ગ્રામ બેબી બટાટા
  • ૧ મોટો ચમચો સમારેલી કોથમીર
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • તળવા માટે તેલ
  • સ્વાદાનુસાર મીઠું  

રીત: બટાટાને ધોઈને વચ્ચે કાપો મુકો. એક કઢાઈમાં તેલ મૂકી ગરમ કરી આ બટાટાને મિડિયમ આઁચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

બીજી કઢાઈમાં ૨ ચમચા તેલ મૂકી તેમાં જીરુ ગરમ કરો. ત્યારબાદ તેમાં લસણ ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે થોડીવાર શેકો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી તેમાં દહીં અને થોડું પાણી ભેળવી સારી રીતે મિક્સ કરો.

તેમાં સ્વાદાનુસાર મીઠું ભેળવો. તેને ફરીથી ગેસ પર મૂકી થોડીવાર સાંતળો. હવે તેમાં કોથમીર અને તળેલા બટાટા ઉમેરી થોડીવાર ધીમી આઁચે સાંતળો. પછી કોથમીર ભભરાવી દો