બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોનાના કારણે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને આશરે રૂા.1000 કરોડનો ફટકો.

વર્ષે 20 લાખ જેટલા ગુજરાતીઓ આંતર રાજ્ય અને અન્ય દેશોમાં ફરવા જાય છે.75% ગુજરાતીઓ તો બહાર ફરવા જવાને બદલે ગુજરાતમાં જ રજાઓ ગાળવા જઈ રહ્યા છે.


ગુજરાતીઓ કોરોનાની સતર્કતા સાથે પરિવાર સાથે વન ડે ટ્રીપ કરતાં થયાં.કોરોના સંક્રમણને કારણે દેશના મોટાભાગના ધંધા-રોજગારને ભારે આર્થિક નુકસાન થયું છે.ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને રૂ.1000 કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે, સામાન્ય રીતે ગુજરાતમાં દર વર્ષે પાંચ કરોડ જેટલા પ્રવાસીઓ આવે છે, જ્યારે 20 લાખ જેટલા ગુજરાતીઓ અન્ય રાજ્ય અને વિદેશમાં ફરવા માટે જાય છે. ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી કચ્છ રણોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ સહિત અનેક ધાર્મિક સ્થાનોમાં દર વર્ષે 4.50થી 5 કરોડ પ્રવાસીઓ આવે છે. કોરોનાની મહામારીને પગલે લોકડાઉન બાદ ગુજરાતમાં મૃતપ્રાય અવસ્થામાં મૂકાયેલાં ટુરિઝમ ઉદ્યોગને આશરે રૂા.1000 કરોડનું નુકશાન થયા હોવાનો અંદાજ છે. એટલું જ નહીં, ટુરિઝમ ઉદ્યોગની એવી દશા થઇ છે કે, ટ્રાવેલ્સ એજન્સી, હોટલ ઉપરાંત ટ્રાન્સપોર્ટ મળીને આશરે 2 લાખ લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.


ગુજરાતમાં 10 હજાર કરતાં વધુ ટ્રાવેલ્સ એજન્ટો
એક અંદાજ મુજબ ગુજરાતમાંથી વર્ષે દહાડે 20 લાખ જેટલા ગુજરાતીઓ આંતર રાજ્ય અને અન્ય દેશોમાં ફરવા જાય છે. ખાસ કરીને શિયાળુ અને ઉનાળુ વેકેશનમાં ગુજરાતીઓ વિવિધ ટુરપેકેજ થકી પ્રવાસે જાય છે. ગુજરાતમાં આજે 10 હજાર કરતાં વધુ ટ્રાવેલ્સ એજન્ટો છે. કોરોનાને લીધે લોકોમાં એવો તો ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે કે, પ્રવાસ તો ઠીક લોકો ઘરની બહાર નીકળતાં પણ ડર અનુભવી રહ્યાં છે.લોકડાઉન બાદ આ પરિસ્થિતિ પગલે ગુજરાતમાં ટુર ટ્રાવેલ્સ એજન્સીઓની એવી તો માઠી દશા બેઠી છે કે, કર્મચારીઓને પગાર આપવાના ફાંફાં છે. કેટલીય ટુર ટ્રાવેલ્સ એજન્સીઓએ તો કર્મચારીઓને છુટા પણ કરી દીધા છે.


30 ટકા ટુર ઓપરેટરોએ તો ધંધો જ બદલી નાંખ્યો
કોરોનાના કારણે ટ્રાવેલ્સ એજન્સીઓને તો તાળા વાગ્યાં છે. 30 ટકા ટુર ઓપરેટરોએ તો ધંધો જ બદલી નાંખ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. લોકડાઉન પછી અત્યાર સુધી ઘરમાં પુરાયેલાં ગુજરાતીઓ હવે કંટાળ્યાં છે,જેથી કોરોનાની સતર્કતા સાથે પરિવાર સાથે વન ડે ટ્રીપ કરતાં થયાં છે. સાપુતારા, પોળો અને નળ સરોવર જેવા સ્થળો પરિવાર સાથે સવારે જઇને સાંજે પિકનિક કરવાનો ટ્રેન્ડ વધ્યો છે જેના કારણે આવા પ્રવાસન સ્થળોએ લોકોની અવર જવર વધી છે. અત્યારે લોકો માનસિક શાંતિ મેળવવા પિકનિક સ્થળોએ પરિવાર સાથે દિવસ ગાળી રિલેક્સ થઇ રહ્યાં છે.

5 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા 3.26 કરોડથી વધીને 5.75 કરોડ.ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા 3.26 કરોડથી વધીને 5.75 કરોડ સુધી પહોંચી ગઈ છે. 2014-15માં ગુજરાતમાં 3.26 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા, જેમાં 1.94 % વિદેશી હતા, જ્યારે અન્ય રાજ્યોમાંથી 22.83% આવ્યા હતા. તેમજ 2018-19માં ગુજરાતમાં આવેલા પ્રવાસીઓની સંખ્યા વધીને 5.75 કરોડ સુધી પહોંચી હતી, જેમાં વિદેશી પ્રવાસીઓ 2.14 % અને અન્ય રાજ્યોમાંથી આવેલા પ્રવાસી 26.30% હતા. જ્યારે 75% ગુજરાતીઓ તો બહાર ફરવા જવાને બદલે ગુજરાતમાં જ રજાઓ ગાળવા જઈ રહ્યા છે.20 લાખથી વધુ ગુજરાતી બહાર ફરવા જાય છે.

ગુજરાતની વાત કરીએ તો ઉનાળુ વેકેશનમાં લોકો દેશ વિદેશ ફરવા જતા હોય છે અને એમાં પણ ગુજરાતીઓ તો હરવા ફરવાના શોખ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ગુજરાતના પ્રવાસન ઉદ્યોગની વાત કરીએ તો લગભગ દર વર્ષે 1000 કરોડ રૂપિયા કરતા પણ વધુનું બુકિંગ દેશ વિદેશના પ્રવાસ માટે થતું હોય છે.જેમાં ડોમેસ્ટિકમાં ગુજરાત,ગોવા, સિમલા, કેરાલા, કર્ણાટક અને કાશ્મીર પ્રવાસીઓ માટે ફેવરિટ મનાય છે તો વિદેશમાં યુરોપ, રશિયા, સિંગાપોર સહિત અનેક જગ્યાઓ પર લોકો જતા હોય છે. આ વર્ષે પણ આશરે રૂ.1000 કરોડના બુકિંગ થયા હતા. જેમાં રૂ.200 કરોડ ડોમેસ્ટિક અને રૂ.800 કરોડ ઇન્ટરનેશનલ ટૂરના હતા. જોકે કોરોનાને લીધે લોકડાઉન થતા જ તમામ પ્રવાસ રદ થયા અને ટૂર ઓપરેટરો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.છેલ્લા પાંચ વર્ષ 2014થી 2019 સુધીમાં 14 ટકાની વૃદ્ધિ નોંધાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ટુરિઝમની ખ્યાતિ દેશ વિદેશમાં પ્રસરાવી હતી. ત્યાર બાદ ગુજરાતમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો હતો. ત્યારે હાલ ગુજરાતમાં પ્રવાસીઓની છેલ્લા પાંચ વર્ષ 2014થી 2019 સુધીમાં 14 ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી.

કચ્છ રણોત્સવની છેલ્લા પાંચ વર્ષમાં 12 લાખ લોકોએ મુલાકાત લીધી
ગુજરાતનો વિશ્વવિખ્યાત બનેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં લોકડાઉન પહેલા રોજના 15 હજાર પ્રવાસીઓ આવતા હતા. જેની સામે સરદાર પટેલ ટ્રસ્ટને 4થી 5 લાખ ની આવક થતી. હાલ 500 કર્મચારીઓ કામ તો કરી રહ્યા છે, જેમનો 10 લાખ કરતા વધારે પગાર ચુકવવમાં આવી રહ્યો છે. જ્યારે ત્યાંની હોટલો ટેન્ટસિટીમાં 125થી વધુ લોકો આવતા અને અંદાજે રોજ 5 લાખ જેટલી આવક થતી હતી.જેમાં પણ ફટકો પડ્યો છે, પ્રવાસન વિભાગ દ્વારા યોજવામાં આવતા કચ્છ રણોત્સવમાં છેલ્લા પાંચ વર્ષમાં 12 લાખ લોકોએ મુલાકાત લીધી અને 2.30 લાખ લોકોએ રાત્રિ રોકાણ કર્યું છે.

NRI-સ્થાનિક મળીને કુલ 31 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી
રણોત્સવમાં છેલ્લા એક વર્ષમાં એક લાખ પ્રવાસીઓએ રાત્રિ રોકાણ કર્યું અને જેના કારણે 15 લાખ લોકોની રોજગારી ઊભી થઈ હતી. રણોત્સવને કારણે 81 કરોડની આવક થઈ રહી હતી. રાજ્યમાં નવરાત્રિ મહોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને બીચ ફેસ્ટિવલ ગુજરાતની આવકમાં મોટો વધારો થયો હતો. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવથી સ્થાનિક પતંગ ઉદ્યોગને પણ આવક થવા પામી છે. પ્રવાસન વિભાગ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં વિદેશી પ્રવાસીઓ NRI અને સ્થાનિક મળીને કુલ 31 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

ગુજરાતના વિખ્યાત પ્રવાસન સ્થળો
ગુજરાતનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી,પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ, રાજકોટ ગાંધી મ્યુઝિયમ, દાંડીના દરિયા કિનારે નેશનલ સોલ્ટ મેમોરિયલ તથા ગાંધીનગરમાં દાંડી કૂટિર જેવાં સ્મારકો તેમજ ઉપરકોટ, રાણી કી વાવ, અડાલજની વાવ, મોઢેરા સૂર્ય મંદિર, દ્વારકા, સોમનાથ તથા બુદ્ધિસ્ટ ટુરિઝમ સર્કીટના ભવ્ય વારસાથી અને સીમાદર્શન જેવાં નવીન પ્રયોગોથી વિશ્વભરના પર્યટકોને ગુજરાતમાં બેસ્ટ ટુરિસ્ટ સાઈટ્સ અને ડેસ્ટિનેશન આપણે પૂરા પાડ્યા છે.