જાણો ગુજરાતમાં ક્યાં લાઉડસ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો???
ગુજરાતના ભરુચ જીલ્લામાં HSC સામાન્ય પ્રવાહની પૂરક જાહેર પરીક્ષા દરમ્યાયન લાઉડ સ્પીાકર વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. ભરૂચ જિલ્લામાં HSC સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા.૦૬/૧૦/૨૦૨૦ દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષા ભરૂચ જિલ્લાના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર લેવાનાર છે. જેથી મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવાના કારણે પરીક્ષાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં ખલેલ પહોંચે તેમ છે.અભ્યાસ કરતા વિધાર્થીઓ પર આની ખૂબજ પ્રતિકૂળ અસર પડે તેમ છે અને વિધાર્થીઓનો અભ્યાસ બગડે તેમ છે.
તેમજ ધ્વની પ્રદૂષણ પણ થાય છે. જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.ડી.પટેલે એક જાહેરનામા ઘ્વારા તા.૨૮/૦૯/૨૦૨૦ સવારના ૦૬:૦૦ કલાક થી તા.૦૬/૧૦/૨૦૨૦ રાત્રિના ૨૪:૦૦ કલાક સુધી લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે.સીસ્ટમ બેફામ, મનસ્વી રીતે તથા મોટા અવાજે વગાડવું નહિ તેમજ લાઉડ સ્પીકરનો અવાજ મકાનની બહાર જાય તે રીતે લાઉડ સ્પીકર વગાડવું નહિ તેમ પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ સજાને પાત્ર થશે.