બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ઇતિહાસમાં પહેલી વખત પૂર્વ સૈનીકના વારસદાર સામે લુણાવાડા જીલ્લાના કલેક્ટરે લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરવાનો કર્યો આદેશ

  •  ભાજપ માં જોડાય એટલે દૂધે ધોયેલા
  • માજી સૈનિકના પરિવાર સામે ખોટો કેસ કરતા કલેક્ટર- લુણાવાડા

ગુજરાતમાં લેન્ડગ્રેબીંગનો કાયદો આવ્યા બાદ કદાચ ઇતિહાસમાં પહેલી વખત પૂર્વ સૈનીકના વારસદાર સામે લુણાવાડા જીલ્લાના કલેક્ટરે લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ કરીને પોલિસને ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે. 

ઉપરોક્ત કેસની વિગતો જોવામાં આવે તો જીલ્લા કલેક્ટરના 1994ના આઠ એકર જમીનની ફાળવણીના આદેશ સાથે 28 વર્ષથી જમીન પર કબજો અને ભોગવટો પૂર્વ સૈનીકના વારસદારો ધરાવે છે. કબજા અંગેની નોંધ સીઆરપીસીની હાલની કાર્યવાહીમાં લેવામાં આવી હોવા છતાં તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કોંગી પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ પટેલે તથ્ય વિહોણી લેન્ડ ગ્રેબીંગની અરજી કરી હતી તેને ધ્યાન પર લઇને જીલ્લા કલેક્ટરે લેન્ડ ગ્રેબીંગની કાર્યવાહી કરવાનો આદેશ કરતા પૂર્વ સૈનીકના કુટુંબીજનોમાં આઘાતની લાગણી વ્યાપી છે.

લેન્ડગ્રેબીગ હેઠળ આ ગુનો જ નહીં બનતો હોવાની રજૂઆતો એસડીએમ સમક્ષ પુરતા પુરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જીલ્લા કલેક્ટરનો આઠ એકરની જમીન ફાળવણીનો 1994નો આદેશ, કબજા પાવતી જેના માધ્યમથી વારસદારે જમીનનો કબજો લીધો અને છેલ્લે જીલ્લા કલેક્ટરે લેન્ડ ગ્રેબીંગની કાર્યવાહીના ભાગરૂપે ડીએલઆરઆઇ ધ્વારા માપણી કરાવી તેમાં પણ પૂર્વ સૈનીકના વારસદારોનો આઠ એકરનો કબજો હોવા છતાં લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધવાનો જીલ્લા કલેક્ટરે આદેશ કરતા પૂર્વ સૈનીકના કુટુંબીજનો આક્રોશ અને અસંતોષની લાગણી અનુભવી રહ્યાં છે.
આ કિસ્સામાં કાનુની નિષ્ણાતોનું પણ કહેવું છે કે, આ શેઢાનો વિવાદ છે. આ ઘટનાક્રમને લેન્ડગ્રેબીંગ ક્યારે ના ગણી શકાય. અત્રે એ ઉલ્લેખનીય છે કે, લેન્ડગ્રેબીંગની અરજી કરનારા હિરાભાઇ તો આ જમીન પર સૈનીકના કુટુંબી જનો હતાં ત્યાર બાદ સાત-આઠ વર્ષ બાદ જમીન ખરીદ કરીને  આવ્યા અને સત્તર વર્ષ સુધી તેમને હદ બાબતે કોઇ સવાલ કર્યો ન હતો અને હવે તેઓ લેન્ડગ્રેબીંગની અરજી કરીને જમીન પચાવી પાડવાનો કારસો કરી રહ્યાં હોવાનું, પૂર્વ સૈનીકના વારસદારોનું કહેવું છે.
તેમનું કહેવું છે કે, ન્યાયતંત્ર તો ન્યાય કરશે પણ તે દરિમયાનમાં અમારે મોટાપાયે સહન કરવાનું આવી રહ્યું છે. સમાધાન કરવા દબાણોના તાબે નહીં થતા હવે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું તેમનું કહેવું છે.

સરકારશ્રી આ બાબતે સમગ્ર કેસની વિસ્તૃત તપાસ કરે તો તેમાં પૂર્વ સૈનીકરના કુટુંબને ખોટી રીતે હેરાન કરવાનો જ આ કારસો હોવાના તથ્યો બહાર આવશે .