ગોધરા: મહારાણા પ્રતાપ અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરવામા આવ્યૂ.
ગોધરા,
પંચમહાલ જિલ્લામાં પાટનગર ગોધરા ખાતે દેશના મહાનાયક મહારાણા પ્રતાપ અને સ્વામી વિવેકાનંદની નવનિર્મિત પ્રતિમાનું ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. ગોધરા નગરપાલિકા દ્વારા નિર્મિત આ પ્રતિમાઓના અનાવરણ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે દેશના ઘડતરમાં અને યુવાનોને પ્રેરણા આપવામાં આ બે મહાપુરુષોનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. આવા મહાપુરુષોની પ્રતિમાઓ સ્થપાય તો જે-તે વિસ્તારના યુવાનો-લોકો માટે સતત હકારાત્મક-પ્રેરણાદાયી બની રહે છે. આવા મહાપુરુષોને એક આદર અંજલિ આપવાના પ્રયાસના ભાગરૂપે તેમજ તેમના જીવનમાંથી પ્રેરણા લઈ તેઓ પણ રાષ્ટ્ર કાજે, સમાજ કાજે સમર્પિત અને સક્રિય બને તેવા શુભ આશયથી આ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી ઇલેન્દ્ર પંચાલ, ઉપપ્રમુખશ્રી દિપક સોની તેમજ કાઉન્સિલરશ્રીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.