CM હો તો ઐસા: સોશિયલ ડીસ્ટનસિંગ ના ભાગરૂપે પોતાનો રસાલો દુર રાખીને જાતે જ ડ્રાઈવ કરે છે કાર
તેવામાં લોકોને સોશિયલ ડીસ્ટનસિંગની સલાહ આપતા પહેલા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે જાતે જ તેનો અમલ કરે છે. દરેક વખતે અંગરક્ષકો, સહાયકો અને અધિકારીઓનો રસાલો સાથે રાખવાનું ઉદ્ધવ ઠાકરેને ફાવતું નથી. તે પહેલાથી જ પોતાની કાર જાતે ડ્રાઈવ કરતા જોવા મળી રહ્યા હતા, અને મુખ્યપ્રધાન બન્યા બાદ પણ પોતાની કારને જાતે ડ્રાઈવ કરવાનો મુહાવરો ઉદ્ધવ ઠાકરેએ ક્યારેક જ ચાલુ રાખ્યો હતો.
ખાસ કરીને કોરોના લોકડાઉનના દિવસોમાં ઉદ્ધવ ઠાકરે એકલા જ પોતાની કાર ડ્રાઈવ કરીને બહાર નીકળી જાય છે. જયારે ઉદ્ધવ ઠાકરે બહાર નીકળે ત્યારે તેમની સાથે તેમનો પુત્ર અને મહારાષ્ટ્ર સરકારમાં પર્યટન તથા પર્યાવરણ ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરે હોય છે. ઉદ્ધવ જયારે ડ્રાઈવ કરે ત્યારે આદિત્ય આગળની સીટ પર નહિ પરંતુ પાછળની સીટ પર બેસે છે.
કોરોનાની ગંભીર પરિસ્થિતિને શાંત, સહજ, સ્વાભાવિક રીતે સક્રિયતાથી જાળવી લેવાની ઉદ્ધવ ઠાકરેની ક્ષમતાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સંસદીય કે વહીવટી કામગીરીનો સહેજ પણ અનુભવ ન ધરાવતા ઠાકરે મહા વિકાસ અઘાડીની સરકાર સાંભળ્યા પછી જે રીતે તેમને કામ કર્યું છે તે જોઇને સૌ કોઈ આશ્ચર્ય ચકિત થાય છે. અગાઉ લોકોને રાજકીય ઝંઝાવાતને પહોચી વળવાની તેમજ વહીવટી સૂઝ માટે આશંકા હતી, એ લોકો હવે માની ગયા છે કે ઠાકરે પણ સક્ષમ રાજકારણીની સાથે સાથે શાસક અને પ્રશાસક છે.