બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના સેક્રેટરીને CBI, ED અને NIA ની મળી ધમકી, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી તપાસ

મુંબઈ પોલીસ એવા વ્યક્તિને શોધી રહી છે જેણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સેક્રેટરી મિલિંદ નારવેકરને વોટ્સએપ પર ધમકી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે નારવેકરે આ અંગે મુંબઈ પોલીસ કમિશનર હેમંત નગરાલેને ફરિયાદ કરી છે, ત્યારબાદ આ મામલો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને તપાસ માટે સોંપવામાં આવ્યો છે.

એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે નારવેકરને અજાણ્યા ફોન નંબર પરથી વોટ્સએપ મળ્યું હતું જેમાં કેટલીક માંગ લખી હતી. આ સિવાય તેમણે એવી ધમકી પણ આપી હતી કે જો તેઓ (નારવેકર) તેમની માંગણીઓ પૂરી નહીં કરે તો તેમની વિરુદ્ધ CBI, ED, NIA અથવા અન્ય કેન્દ્ર સરકારની એજન્સી દ્વારા તપાસ કરવામાં આવશે અને તેમને ફસાવવામાં આવશે.

આ વોટ્સએપ મેસેજ મળ્યા બાદ નારવેકરે મુંબઈ પોલીસ કમિશનર હેમંત નગરાલેને જાણ કરી અને પછી લેખિત ફરિયાદ આપી. તમને જણાવી દઈએ કે નારવેકર શિવસેનાના સચિવ છે અને ઠાકરે પરિવારની ખૂબ નજીક માનવામાં આવે છે.

કેસની તપાસ શરૂ

એક અધિકારીએ કહ્યું કે તેમને લાગે છે કે જે નંબરનો ઉપયોગ કરીને વોટ્સએપ મેસેજ મોકલવામાં આવ્યો છે, તે એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હશે, જેને વર્ચ્યુઅલ નંબર પણ કહેવામાં આવે છે. અમે મોબાઈલ કંપનીને નંબર વિશે માહિતી માંગી છે, તેની પાછળ કોણ છે તે શોધવા માટે કામ ચાલી રહ્યું છે.

આ પહેલા ગુરુવારે ક્રાઈમ બ્રાન્ચના ખંડણી વિરોધી સેલે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ લોકોએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારના અવાજમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ આશિષ કુમાર સિંહને બોલાવ્યા હતા અને ટ્રાન્સફર પોસ્ટિંગની વાત કરી હતી.