બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આજે મહાત્માં ગાંધીની 151મી જન્મ જયંતી

આજે મહાત્માં ગાંધીની 151મી જન્મ જયંતી છે અને બાપુમાં ભારતની આત્મા વસે છે. વાસ્તવમાં ગાંધીજી ભારત જ નહી સમગ્ર વિશ્વ અને માનવતા માટે પ્રકાશના સ્તમ્ભ છે. આજ કારણે જે અંગ્રેજો વિરૂધ્ધ એટલો લાંબો સંધર્ષ કર્યો અને અંતે ભારત છોડવા તેઓને મજબુર કર્યાં હતાં. તેઓ પણ તેમને સન્માનની દ્રષ્ટીથી જોતા હતાં. મહાન વૈજ્ઞાનીક એલબર્ટ આયનસ્ટાઇને બાપુ માટે જે શબ્દ કહ્યાં હતાં. વાસ્તવમાં તે પુરી માનવતામાં ગાંધીજી ને વિનમ્ર શ્રધ્ધાંજલી છે અને તેમના સ્વરૂપનું દર્શન કરાવે છે. આયનસ્ટાઇને કહ્યું હતું કે આવનાર પેઢી તે વિશ્વાસ પણ નહી કરી શકે કે હાડ માસનો એક વ્યક્તિ ધરતી ઉપર ચાલતા ફરતા હતાં. બાપુનો એક મંત્ર આપણા બધા માટે એક સૌથી મોટી પ્રેરણા છે. 


તેને ગાંધીજીના મંત્ર તરીકે જાણવામાં આવે છે. જ્યારે તમારા મનમાં કોઇ શંકા હોય નિર્ણય લેવામાં શંકા હોય, ત્યારે પોતાના મનમાં દરેક  વ્યક્તીનું સ્મરણ કરો. અને વિચારો તમારૂ કૃત્ય તેમના હિતમાં છે કે નહી. ત્યાર બાદ નિર્ણય કરો.માનવતાના એવા પ્રકાશીત બાપુને અમારા શત શત નમન. બાપુને શ્રધ્ધાંજલી આપવા માટે આજે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે. બાપુના સમાધી સ્થળ નવી દિલ્હીના રાજધાટમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓએ શ્રધ્ધાંજલી આપી હતી.  


ગૃહમંત્રી અમિતશાહ, પ્રકાશ જાવડેકર,  આજે મહાત્માં ગાંધીને શ્રધ્ધાંજલી આપી હતી. આ અવસરી સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરાયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાંધી જયંતીની પૂર્વસંધ્યા પર પોતાના સંદેશમાં લોકોને અપીલ કરી છે કે તે પોતાને દેશના કલ્યાણ અને પ્રગતિ માટે સમર્પિત કરે. સચ્ચાઇ તથા અહિંસાના મંત્ર પર અમલ કરે અને સ્વચ્છ સક્ષમ અને મજબુત ખુશાલ ભારતનું નિર્માણ કરી મહાત્મા ગાંધીના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ કરો. ગાંધીજયંતી નિમિત્તે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વિડિયો ટ્વીટ કર્યો છે.