મહીસાગર જિલ્લાના સંતરામપુરના નાગરીકોને માસ્ક અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
મહીસાગર જિલ્લાના સંતરામપુરના નાગરીકોને માસ્ક અને આયુર્વેદિક ઉકાળાનું આજે વિતરણ કરવામાં આવ્યું. સાથે વેપારીઓને સામાજિક અંતર જાળવવા અને ફરજીયાત માસ્ક પહેરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત COVID-19 અંગે જાગૃતિ લાવવાનાં હેતુથી કોરોનાની માહિતી આપતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
તેની સાથે વેપારીઓ તથા ગ્રાહકો અને નાગરિકોને વારંવાર સેનેટાઇઝરથી હાથ ધોવા અંગે અપીલ કરવામાં આવી હતી. ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર અને શહેરના પદાધિકારીઓ અધિકારીઓ પણ આ જાગૃતિ કાર્યક્રમમાં જોડાય હતા.