ઘરે બનાવો ચોકલેટ કોફી
ચોકલેટ કોફી
સામગ્રીઃ ડાર્ક ચોકલેટ- 1 મોટી ચમચી, તજ પાડવર- 1/4 નાની ચમચી, ઈન્સ્ટન્ટ કોફી પાવડર- 1 નાની ચમચી, જાયફળ પાવડર 1 ચપટી, ખાંડનો પાવડર-1 મોટો ચમચો, દૂધ- 1 મોટો ચમચો, ગરમ દૂધ - 1/2 કપ.
બનાવવાની રીતઃ એક પેનમાં ડાર્ક ચોકલેટના ટૂકડા, તજ પાવડર, કોફી પાવડર, જાયફળ પાવડર, ખાંડ અને એક મોટો ચમચો દૂધ ઉમેરીને મિક્સ કરો. મિશ્રણ પીઘળી જાય ત્યાં સુધી તેને ચમચીથી સારી રીતે હલાવતા રહેવું. તેને માઈક્રોવેવમાં પણ 20 મિનિટ સુધી ગરમ કરી શકાય છે. હવે તેને કપમાં લઈ લો અને ઉપરથી ગરમ દૂધ નાખો અને સારી રીતે મિક્સ કરો. ચોકલેટ કોફી તૈયાર છે. તે તમને ખુશ રાખવાનું કામ પણ કરશે.