બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ઘરે બેઠા બનાવો હોટલ જેવી બટર નાન..... જાણો એકસ્પર્ટની રેસિપિ

આમ જોવા જઈએ તો નાન બનાવવી આમ તો એક અઘરું કામ છે  પણ તમે શીખો તો ધરે પણ બનાવી શકો છો

તો સૌપ્રથમ આપ નોન સ્ટિક તવા પર આ નાન બાવી શકો છો. જે સુંદર બનશે તેને કોઇપણ શબ્જી કે પછી દાલ સાથે ગરમ ગરમ સર્વ કરો

તરલા દલાલની રેસિપીમાંથી નાન બનાવવાં માટે આપને 30 મિનિટનો સમય લાગશે. 25 મિનિટ પ્રિપરેશન માટે અને 5 મિનિટ નાન પકવા માટે. આ સમયમાં આપ 10 નાન બનાવી શકો છો ત્યારે નોંધી લો નાન બનાવવાં શું શું સામગ્રીની જરૂર પડશે.




સામગ્રી- 1 કપ મેંદો, 1/2 ટી સ્પૂન ઇસ્ટ, 1/2 ચમચી ખાંડ, 1 ચમચી તાજુ દહી, 1 ચમચી ઓગળેલું ધી, મીઠું સ્વાદ અનુસાર, 4 ચમચી કાળા તલ, મેંદો, વણવાં માટે, માખણ નાન પર લગાવવા માટે

વિધિ- ઇસ્ટ, ખાંડ અને ચાર ચમચી હુંફાળુ પાણી એક બાઉલમાં મિક્સ કરીને 7 મિનિટ સુધી રહેવા દો. પછી મેંદામાં આ મિશ્રણ, દહીં અને ધી તેમજ મીઠું સ્વાદઅનુસાર ઉમેરો અને મેંદાનાં લોટની કણક બાંધો.


આ કણક નરમ હોવી જોઇએ. હવે આ કણકને એક સુતરાઉ કપડાંમાં ઢાંકીને 30 મિનિટ સુધી રહેવાં દો. આ સમયમાં લોટ ફુલીને તૈયાર થઇ જશે. હવે આ કણકનાં 10 નાના નાના લુવા તૈયાર કરો


લુવાનાં એક ભાગને દબાવીને તેને વણો તેની ઉપર અડધી ચમચી કાળા તલ ભભરાવો. હવે મેદાનું અટામણ લઇને તેને લાંબી લાંબી ઇંડાનાં આકારની વળો. હવે એક નોન સ્ટિક તવાને ગરમ કરો. અને તલ વાળો ભાગ નીચે રહે તે રીતે તેની ઉપર નાન રાખો


એક તરફ હળવી ફૂલી જાય ત્યારે તેને બીજી બાજુ પલટી દોત હવે બીજો ભાગ ફૂલવા સુધી તેને પકવા દો, બાદમાં આંચમાં બંને તરફ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી ગેસ પર પકવા દો. બસ તૈયાર છે તમારી નાન આ રીતે બધી જ નાન તૈયાર કરો. પણ એક એક નાન ગરમ ગરમ પીરશો. તો જ નાન ખાવાની મજા આવશે
નાન બનાવવાની આ રેસિપી તરલા દલાલનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે