રિક્ષામાંથી બનાવ્યું હરતું ફરતું ઘર, વખણાઈ રહી છે આ કારીગરી
આ અનોખા ઘરને અરુણ નામના એક વ્યક્તિએ રિક્ષામાંથી બનાવ્યું છે. બેંગ્લોરની ડિઝાઇન આને આર્કીટેક કંપની બિલબોર્ડ સાથે મળીને આ ઓટો ઘરને અરુણે બનાવ્યું છે. અરૂણની ઉમર માત્ર 23 વર્ષની છે. ઘરની જૂની વસ્તુઓને રીસાઇકલ કરીને પણ તેનો ઉપયોગ આ ઘરમાં કરવામાં આવ્યો છે.
હરતા ફરતા ઓટોરિક્ષા જેવા ઘરની અંદર બેડરૂમ, બેઠક રૂમ અને કિચન સાથે ટોયલેટ પણ છે. બે લોકો ખુબ જ આસાનીથી આ ઘરની અંદર રહી શકે છે. એટલું જ નહિ તેની છત ઉપર આરામદાયક ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ અનોખું ઘર 36 વર્ગ ફિટમાં બનેલું છે. અને તેની અંદર વીજળીની વ્યવસ્થા માટે 600 વોટની સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ ઉપરાંત ઘરમાં 250 લીટરની વોટર ટેન્ક પણ મુકવામાં આવી છે. છત ઉપર જવા માટે સીડી પણ બનાવવામાં આવી છે. સાથે જ ઘરમાં દરવાજા પણ બનાવવામાં આવ્યા છે.