સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી સગીરાને પડી ભારે, યુવકે બ્લેકમેલ કરી વારંવાર આચર્યું દુષ્કર્મ
અમદાવાદ શહેરમાં સગીરાને સોશિયલ મીડિયામાં અજાણ્યા યુવક સાથે મિત્રતા કરવી એટલા હદે ભારે પડી કે તેની સાથે ના થવાનું થઈ ગયું. સગીરા દ્વારા યુવક સાથે વીડિયો ચેટ કરવા લાગી પણ તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું અને એ તેના મિત્ર દ્વારા જ કરવામાં આવ્યું હતું. આ વીડિયો ચેટના આધારે યુવક દ્વારા સગીરાને બ્લેકમેલ કરવાનું શરુ કરી દેવામાં આવ્યું અને સગીરાને બોલાવીને તેની સાથે ત્રણ વખત દુષ્કર્મ પણ આચર્યું હતું. આ વાતની જાણકારી સગીરાના કાકાને થતા જ સમગ્ર બાબત સામે આવી ગઈ હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે આ બાબતમાં પોલીસ દ્વારા આરોપીને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી.
કૃષ્ણનગરમાં રહેનાર 54 વર્ષીય આધેડ નિવૃત જીવન પસાર કરે છે. તેઓના પરિવારમાં મોટા ભાઈ, એક પુત્ર, પત્ની અને સગીર પુત્રી સાથે રહે છે. તેઓને તેમના મોટાભાઈએ જાણ કરી હતી કે, ગઈકાલના તેમને વોટ્સએપ પર કોઈ નંબર પરથી જેમ ફાવે તેમ અપશબ્દો લખી મેસેજ કરવામાં આવ્યો હતો. મેસેજ કરનાર કોણ છે તેવું પૂછતાં આ વ્યક્તિએ ભત્રીજીને પૂછી લેજો તેમ લખી મેસેજ કરવામાં આવ્યો હતો. બાદમાં તપાસ કરતા ફરિયાદીના પુત્રએ કોલ કરતા આ વ્યક્તિએ ફોન ઉપાડ્યો નહીં. ત્યાર બાદ ભત્રીજાએ પાસે ફોન કરાવતા ભત્રીજાએ કેમ ગાળો લખી મેસેજ કર્યો તેવું પૂછતાં સામે વાળી વ્યક્તિએ ગાળો બોલીને ફોન મૂકી દીધો હતો. ત્યાર બાદ પોલીસને આ વિશે જાણ થતા ફરિયાદી અને ફોન મેસેજ કરનાર છોકરાને પોલીસ લઈ આવી હતી. આ છોકરાના ફોનમાં તપાસ કરતા સગીરા સાથે કરેલા વીડિયો કોલનું લિસ્ટ મળી સામે આવ્યું હતું અને વીડિયો કોલના સ્ક્રીન રેકોર્ડિંગ પણ જોવા મળ્યા હતા.
સગીરાની પરિવારજનો દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેણે કહ્યું કે, તેનો વર્ષ 2020માં ઇન્સ્ટાગ્રામ મારફતે આ છોકરા સાથે સંપર્ક થયો હતો. ત્યાર બાદ એકબીજાના ફોન નંબરની આપ-લે કરવામાં આવી અને બંને વીડિયો કોલથી વાત કરતા અને આ છોકરાએ તે વીડિયો કોલનો સ્ક્રીન રેકોર્ડ કરી નાખ્યું હતું અને પરિવારજનોને બતાવી વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ નિકોલ ખાતે આવેલી રોયલ હોટલમાં પણ લઈ ગયો હતો. ત્યાં તેને શરીર સંબંધ બાંધવાનું કહેતા સગીરાએ ના પાડી તો તેના મા-બાપને મારી નાખવાની ધમકી આ છોકરા દ્વારા આપવામાં આવી અને બાદમાં તેની પર દુષ્કર્મ આચર્યું હતું.
પછી તેને ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ આ છોકરો સગીરાને આ જ હોટલમાં લઈને ગયો હતો. માર્ચ મહિનામાં સગીરાએ હોટલમાં જવાની ના પાડી તો આ છોકરાએ તેને હોટલના રૂમમાં શારીરિક સંબંધ બાંધેલા હોવાના વીડિયો તેની પાસે રહેલો છે અને તે વાયરલ કરી નાખશે તેવી ધમકી આપી હોવાથી સગીરા હોટલમાં ચાલી ગઈ હતી. સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા છોકરાએ ત્રણ વખત હોટલમાં સગીરાને લઈ જઈ બ્લેકમેલ કરી ધમકીઓ આપી અને દુષ્કર્મ આચર્યું અને સગીરાના કાકાને બીભત્સ શબ્દો લખી મેસેજ કરી ધમકીઓ આપતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે.