બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અમદાવાદમાં આજે રસી ઉત્પાદન પ્લાન્ટની મુલાકાત લીધી

રસાયણ અને ખાતર તથા બંદર, શિપિંગ અને જળમાર્ગ (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે અમદાવાદમાં ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી.


મંત્રીએ ટ્વીટર પર કહ્યું હતું કે ઝાયડસ કેડિલા ‘ઝાયકોવ-ડી’ની ઉત્પાદક છે જે વિશ્વની પ્રથમ એવી ડીએનએ આધારિત કોવિડ-19 રસી છે.

શ્રી માંડવિયાએ આજે હેસ્ટર બાયોસાયન્સીઝ લિમિટેડની પણ મુલાકાત લીધી હતી. તેમણે ટ્વીટર દ્વારા જાણકારી આપી હતી કે હેસ્ટરે કોવેક્સિનના ઉત્પાદન માટે ભારત બાયોટેક સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે. 

મંત્રીએ તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમને ખાતરી આપી હતી કે તમામ માટે નિઃશુલ્ક રસી ઉપલબ્ધ થાય એ સુનિશ્ચિત કરવા રસીના ઉત્પાદનને વેગ આપવામાં સરકાર તરફથી તમામ સહયોગ આપવામાં આવશે.