સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં હવે લગ્ન પ્રસંગ ની શરણાઈ પણ ગુંજશે..
સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં હવે લગ્ન પ્રસંગ ની શરણાઈ ગુંજશે...
સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 11 હજાર માં શાસ્ત્રોકત વિધિ સાથે લગ્નોત્સવ ની ઉભી કરાઈ સંપૂર્ણ સુવિધા...
લગ્નવિધિ માટે ની પૂજા સામગ્રી થી લઈ આકર્ષક લગ્ન મંડપ , ખુરશી સહિત ની વ્યવસ્થા...
પ્રભાસતીર્થ ક્ષેત્રે બિરાજમાન દેશ ના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ દેશ વિદેશ માં વસતા કરોડો હિન્દુ ઓ ની આસ્થા ના કેન્દ્ર સમાન છે.
સોમનાથ મહાદેવ ના દર્શન કરી ભાવિકો દિવ્યતા ની અનુભૂતિ પ્રાપ્ત કરે કરે છે. ત્યારે સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં કોઈ પણ કાર્ય દીપી ઉઠે છે અને તેમાં પણ જો માનવ જીવન ના સોળ સંસ્કાર પૈકી નો અતિ મહત્વ પૂર્ણ એવા લગ્ન સંસ્કાર ની વિધિ યોજાઈ તો એ વાત જ કાઈ અનેરી બની જાય...
સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકો ની આસ્થા અને મધ્યમ પરિવાર ને લક્ષ માં રાખી સોમનાથ ખાતે માત્ર અગિયાર હજાર માં જ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નસંસ્કાર ની અલાયદી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર ના પ્રવાસન વિભાગ ના સહયોગ સાથે તૈયાર કરાયેલા નવનિર્મિત યાત્રી સુવિધા કેન્દ્ર ખાતે ટ્રસ્ટ દ્વારા " લગ્ન મંગળ હોલ " ની સુવિધા શરૂ કરવામાં આવી છે. વધતા જતાં ખર્ચાળ લગ્ન પ્રસંગો થી સામાન્ય અને મધ્યમ પરિવાર ના લોકો ને પરવડે તેવા નજીવા ખર્ચ માં વેદોક્ત, પુરાણોકત લગ્નવિધિ બે કલાક ના સમય ગાળા માં સંપન્ન થાય તેવું આયોજન ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ માહિતી આપતા જણાવેલ કે, માત્ર 11 હજાર રૂપિયા માં જ આ સુવિધા નો લાભ મેળવી શકાશે જેમાં લગ્નવિધિ માટે સુશોભીત અને આધુનીક લગ્ન હોલ, સ્ટેજ, મહારાજા ખુરશી, લગ્નવિધિ ની સંપૂર્ણ સામગ્રી, પરીશુદ્ધ બ્રાહ્મણ, લગ્નછાબ, વર કન્યા માટે ફુલહાર,ખેસ, આંતરપટ, મીઠાઈ,
દ્વાર તોરણ, મહેમાનો માટે ખુરશી, 50 નંગ ફોટો7અને ડેટાસીડી ઉપરાંત ગવર્મેન્ટ/મ્યુનિસિપલ લગ્ન નોંધણી પ્રમાણપત્ર, સંસ્થા નું પ્રમાણપત્ર સાથે સોમનાથ મહાદેવ ની પ્રસાદી પણ આપવા માં આવશે.
આ સુવિધા નો લાભ લેવા યાત્રી સુવિધા કેન્દ્ર, મહેશ્વરી ભવન ની બાજુ માં રૂબરૂ મુલાકાત લેવા ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.