બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

"એક શામ શહિદો કે નામ" વીર શહિદ ગંભીરસિંહને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા ભવ્ય કાર્યક્રમનું આયોજન.

મુળી તાલુકાના ટીકર ગામે વીર શહીદને શ્રદ્ધાંજલિ આપવા ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શહીદ વંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન



મૂળી:  મૂળી તાલુકાનાં ટીકર ગામનો યુવાન 18 વર્ષની ઉંમરે ભારતીય આર્મીમાં જોડાયો હતો. અને 8 વર્ષ બાદ પુનામાં ફરજ પર હતા તે દરમિયાન કોઇ કારણસર શહિદ થતા સમગ્ર ક્ષત્રિય સમાજ અને નાના એવા ટીકર ગામમાં શોકની લાગણી ફેલાઇ છે. મૂળી તાલુકાનાં ટીકરગામે રહેતા ગંભીરસિંહ ભુપતભાઇ કાસેલાનાં કુટુંબી ભાઇઓ તેમજ ટીકર ગામનાં મોટી સંખ્યામાં યુવાનો આર્મીમાં હોવાથી ગંભીરસિંહ પણ નાનપણથી જ દેશ માટે કાંઇક કરી છુટવાની ભાવનાં સાથે તૈયારી કરતા હતા. માત્ર 18 વર્ષ જેટલી નાની ઉંમરેજ ગંભીરસિંહ એરફોર્સમાં જોડાયા હતા...



ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વીર શહિદ ગંભીરસિંહને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા "વીર શહીદી વંદના" કાર્યક્રમનું ભવ્ય આયોજન તારીખ: 01/03/2020 ને રવિવારના રોજ રાત્રે-09 કલાકે મુળી તાલુકાના ટીકર ગામે રાખવામાં આવેલ છે. જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો યોગેશદાન ગઢવી, રાજભા ગઢવી, દેવાયતભાઈ ખાવડ, તેમજ પ્રખ્યાત ભજનિક જયમતભાઈ દવે, ચીથરભાઈ પરમાર... શૌર્ય રાસની રમઝટ બોલાવશે. તેમજ જે મા ભોમની રક્ષા કાજે શહીદ થયા છે તેવા વીર શહીદ ગંભીરસિંહ કાસેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.



ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને સમાજને એક નવી દિશા તરફ આગળ લઈ જવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.. તેમજ અન્ય સમાજ દ્વારા પણ સમગ્ર ગુજરાતમાં શહિદોને શ્રદ્ધાંજલિ આપવા આવા કાર્યક્રમોમાં ઉત્તરોત્તર વધારો થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે..



કાર્યક્રમનું ભવ્ય આયોજન તારીખ: 01/03/2020 ને રવિવારના રોજ રાત્રે-09 કલાકે મુળી તાલુકાના ટીકર ગામે રાખવામાં આવેલ છે.