પંચમહાલ : શહેરા તાલુકાના ભાણાસીમલ પ્રાથમિક શાળા ખાતે બીંગ હ્યુમન ટીચર્સ ગ્રૂપ દ્વારા માસ્કનું વિતરણ કરાયુ
ગોધરા, વિશ્વભરમા કોરોનાની મહામારી ચાલી રહી છે.ત્યારે કોરોના મહામારીના વિકટ સમયે વિદ્યાર્થીઓની ચિંતા કરતા ""કોરોનાથી બચીએ,માસ્ક પહેરીએ."" કાર્યક્રમ અંતર્ગત ભાણાસીમલ પ્રાથમિક શાળા ખાતે બીંગ હ્યુમન ટીચર્સ ગ્રુપ દ્વારા શહેરા તાલુકાના નરસાણા ક્લસ્ટર ની તમામ તથા અણીયાદ સેન્ટર ની ત્રણ એમ કુલ 12 શાળાઓના કુલ 2370 વિદ્યાર્થીઓ માટે N95 માસ્ક નું વિતરણ માનનીય વી.એમ.પટેલ સાહેબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ,પંચમહાલ) ના વરદ હસ્તે કરવામાં આવ્યું.
જેમા દિપપ્રાગટ્ય કરી શુભારંભ કર્યો.ત્યારબાદ મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી કરવામાં આવ્યું.પ્રથમ પાંચ શિક્ષિકા બહેનોને માસ્ક મુખ્ય મહેમાન દ્વારા આપી ત્યારબાદ તમામ શાળાના એક એક સભ્ય ને માસ્કવિતરણ ની કીટ આપવામાં આવી. ત્યારબાદ આમંત્રિત મહેમાનો દ્વારા આશીર્વચન પ્રાપ્ત થયા. ત્યારબાદ આભારવિધિ કરવામા આવી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ, બંને બીટના બીટ કેળવણી નિરીક્ષક સાહેબશ્રીઓ,જિલ્લા શૈક્ષણિક ઘટક સંઘ પ્રમુખશ્રી, જિલ્લા પ્રતિનિધિશ્રી, તાલુકાના શિક્ષકોના બંને સંઘ ના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ તમામ શાળાઓના શિક્ષકમિત્રો,તથા ગ્રામજનો ની ઉપસ્થિત રહ્યા.
બીંગ હ્યુમન ટીચર્સ ગ્રૂપ ના કારોબારી સભ્ય કલ્પેશભાઈ પટેલ, મૌલેશભાઈ પટેલ,હર્ષદભાઈ પટેલ,અનોપસિંહ બારીઆ,ચેતન પટેલ,બાબુભાઇ.એ.બારીઆ, અલ્પેશભાઇ પટેલ, ભરતભાઇ ભોઈ, રાઉલજી જયપાલસિંહ, જીગરભાઈ પટેલ દ્વારા આવેલ સર્વ મહેમાનશ ઓનો હૃદય પુર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. કાર્યક્રમમાં સરકારની ગાઈડ લાઈન મુજબ કોવિડ19 ના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું.નોધનીય છેકે શ્રેષ્ઠ વિચારો , અદ્ભૂત સાહસ, અને વિદ્યા વિકાસ ના ધ્યેય ને અનુસરી સતકર્મ કેડી ચિતરતા being બીંગ હ્યુમન ટીચર્સ ગ્રુપ દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિઓનો ધોધ વહેતો રહે છે.