બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

"ઘોડી ને ઘોડેસવાર" મળો ગુજરાતના અશ્વપ્રેમી યુવા યુવરાજસિંહને જે ઘોડા વાળાની દોસ્તી સગા ભાઈ કરતા પણ વધારે માણે છે.

મળો ગુજરાતના અશ્વપ્રેમી યુવા યુવરાજસિંહ ને જે પોતાના બાળપણથી જ અશ્વ પ્રત્યે શોખ ધરાવે છે.


અત્યારના સમયમાં યુવાનોને નવી નવી ગાડીઓ તેમજ મોંઘીદાટ બાઈકો ચલાવવાનો શોખ જોવા મળતો હોય છે. આવા ટેક્નોલોજી વાળા યુગમાં પણ વાત જ્યારે અશ્વ પ્રેમની આવે ત્યારે યુવાનોમાં અલગજ આકર્ષણ જોવા મળતું હોય છે. આવા આધુનિક ટેક્નોલોજી વાળા યુગમાં પણ ક્યાંકને ક્યાંક અશ્વપ્રેમીઓ જોવા મળતા હોય છે..


આજે આવાજ એક અશ્વપ્રેમી યુવરાજસિંહ, કે જે બાળપણથી જ ઘોડાનો શોખ ધરાવે છે.. આજે તેમના વિષે વાત કરીશુ.




યુવરાજસિંહ વાળા મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના નાનકડા એવા રોજકા ગામના વતની છે. બાળપણથી જ પોતે ઘોડાનો શોખ ધરાવતા હતા. તેમનો પરિવાર વર્ષોથી ઘોડા રાખતો આવેલો છે, અને તેની પરંપરા આજે પણ યુવરાજસિંહે જાળવી રાખી છે.. પરિવાર વર્ષોથી ઘોડા રાખતો હોવાથી યુવરાજસિંહ બાળપણથીજ ઘોડામાં રુચિ ધરાવતા હતા. 


અત્યારના યુવાનોને જેમ બાળપણથીજ બાઈક અને ગાડીઓનો શોખ હોય છે તેમ યુવરાજસિંહને બાળપણથીજ ઘોડાનો શોખ છે. તેમજ યુવરાજસિંહ કોઈ પણ વસ્તુ કે જેમાં ઘોડાના કોઈ અવશેષો રહેલા હોય તેમજ ઘોડાના ચિન્હો દર્શાવેલા હોય જેવી કે,બેલ્ટ, શર્ટ, ટોપી, ગોળ હેટ્સ તેમજ ઘોડા વાળી તમામ વસ્તુઓનો આગવો શોખ ધરાવે છે, તેમજ જીવનમાં આવી વસ્તુઓ ખરીદવાનો વધારે પ્રમાણમાં આગ્રહ રાખે છે. 




જેમ યુવાનોન બાઈક પાર બેસીને આંટા મારે તેમ યુવરાજસિંહે બાળપણમાં જ ઘોડા પાર બેસવાનું અને તેને ચલાવવાનું શીખી લીધું હતું.. જેમ જેમ યુવરાજસિંહ જુવાન થતા ગયા તેમ તેમ તેમના અશ્વ પ્રેમીઓના ગ્રુપમાં વધારો થવા લાગ્યો. શરૂઆતના તબક્કામાં તાલુકા લેવલે થઇને જિલ્લા લેવલે તેમના અશ્વપ્રેમી મિત્રોનું સર્કલ થઇ ગયું.. શરૂઆતમાં પોતાના વિસ્તારમાં ક્યાંય પણ હોર્સે શૉ રાખવામાં આવ્યો હોય તેમાં યુવરાજસિંહની હાજરી અચૂક જોવા મળતી.. 


દિવસેને દિવસે અશ્વપ્રેમી મિત્રોના સર્કલમાં વધારો થતો ગયો. હાલના તબક્કે યુવરાજસિંહને રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તામિલનાડુ જેવા અનેક રાજ્યોમાં તેમનું મિત્ર વર્તુળ છે.. ભારતમાં કોઈ પણ જગ્યાએ અશ્વ સ્પર્ધા હોય, તો યુવરાજસિંહ અચૂક ભાગ લ્યે છે. 




યુવરાજસિંહનું કહેવું છે કે, "ઘોડા વાળાની દોસ્તી સાગા ભાઈ કરતા પણ વધારે હોય છે". 


એમણે બાળપણથી જ મારવાડી જાતના ઘોડાનો વધારે શોખ છે. મારવાડી નશલના ઘોડા હાઈટ અને સુંદરતા વધારે પ્રમાણમાં ધરાવતા હોવાથી લોકોમાં મારવાડી નશલના ઘોડા પ્રત્યે અલગ પ્રકારનું આકર્ષણ જોવા મળતું હોય છે. યુવરાજસિંહ બાળપણથીજ ઘોડા ટ્રેન કરવાના શોખ ધરાવતા હોવાથી આજે તે પોતેજ પોતાના તમામ અશ્વોને ટ્રેન કરે છે.  



અત્યારે હાલના સમયે યુવરાજસિંહ પાસે મારવાડી નશલના ૩ ઘોડા છે, જેમાં "રાજનંદિની" નામની વછેરીને જસદણ ખાતે યોજાયેલ હોર્સે શો તેમજ અમદાવાદ GMDC ખાતે યોજાયેલ હોર્સ શો ૨૦૧૯ માં Milk Teeth નામની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો, અને યુવરાજસિંહને આગવી વિશેષતા અપાવી હતી.


અશ્વપ્રેમીની દુનિયામાં આજે પણ યુવરાજસિંહનું નામ ગર્વ સાથે લેવામાં આવે છે. અને અશ્વપ્રેમીની દુનિયામાં નવા આવતા યુવાનો માટે યુવરાજસિંહ હંમેશા માટે પ્રેરણાદાયી બની રહે છે..




અશ્વ વિશે વધુ માહિતી કે માર્ગ દર્શન માટે ફેસબુક પર અશ્વપ્રેમી યુવરાજસિંહ વાળા ની પ્રોફાઈલ ફોલ્લૉ કરવા માટે આ લિંક પર ક્લિક કરો: facebook.com/yuvrajsinhjivala