મહેસાણા ઊંઝા હાઈવે પર સર્જાયો ટ્રિપલ અકસ્માત, દ્રશ્યો જોઈ હચમચી ઉઠશે હૃદય...
સમગ્ર રાજ્યમાં એક તરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ રસ્તાઓ પર હવે પહેલાની માફક ટ્રાફિક થતું હોય તેવા દ્રશ્યો આજકાલ જોવા મળી રહ્યા છે.
ત્યારે આજે મહેસાણા ઊંઝા હાઇવે પર ગંભીર અકસ્માતની માહિતી સામે આવી છે. મળતી વિગતો અનુસાર મહેસાણા ઊંઝા હાઈવે પર ફતેપુરા પાટિયા નજીક અકસ્માતની માહિતી સામે આવી છે. મહેસાણા ઊંઝા હાઈવે પર ફતેપુરા પાટિયા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ૨ કાર, ૧ રીક્ષા અને ડમ્પર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં 5 થી વધારે લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે તો આ અકસ્માત એટલો ગંભીર હતો કે મોતની આશંકાઓ પણ સેવાઈ રહી છે.